એ આદિવાસીએ ઇશારામાં કહી દીધું હતું કે તેને એકલા રહેવું છે અને કોઈ તેની નજીક આવવાનો પ્રયાસ ન કરતાં.
બ્રાઝિલના એમેઝોન જંગલમાં રહેતા મૂળ નિવાસી આદિવાસીના કબીલાના એકમાત્ર સભ્યનું મૃત્યુ થઈ ગયું છે. દુનિયાના સૌથી એકલા વ્યક્તિના રૂપમાં મશહૂર એ વ્યક્તિને જમીનમાં ખાડો ખોદીને પશુઓના શિકાર કરવા માટે પણ ઓળખાતો હતો.
- Advertisement -
સમુદાયના દરેક લોકોની મોત પછી 26 વર્ષ એકલો રહ્યો
-1980ના દાયકામાં શિકારીઓ અને લાકડાની તસ્કરી કરનારાઓએ તેમના કબીલાના દરેક લોકોને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બસ આ એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. બ્રાઝિલ સરકારના જનજાતિ સરંક્ષણ દ્વારા ઘણા પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ તેને દુનિયાના સંપર્કમાં આવવાથી ના કહી દીધી હતી. તેને કારણે જ તેને 26 વર્ષ સુધી એકલું જંગલમાં જીવવું પડ્યું હતું.
-તેને દુનિયાના સૌથી એકલા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એ આદિવાસીના કબીલા અને તે વ્યક્તિનું નામ શું હતું એ કોઈ નથી જાણી શક્યું.
-ઘણી વખત શિકારીઓ અને લાકડાના તસ્કરોના હુમલા પછી બ્રાઝિલ સરકારે સંસદમાં કાયદો બનાવીને એમના નિવાસના 31મીલ જેટલી જગ્યાને બીજા લોકો માટે પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષીત કરી દીધું હતું.
-શિકારીઓ એ 30 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
An isolated Indigenous man known as the “man of the hole” has died in the Amazon; he is thought to be the last of his tribe
He resisted all attempts to contact him over decades, during which his family was killed. He shot arrows at anyone who came closehttps://t.co/7dK2NiQt7z pic.twitter.com/lTFuWKyDEO
- Advertisement -
— philip lewis (@Phil_Lewis_) August 28, 2022
એકલું રહેવું હતું
એ આદિવાસીએ ઇશારામાં કહી દીધું હતું કે તેને એકલા રહેવું છે અને કોઈ તેની નજીક આવવાનો પ્રયાસ ન કરતાં. એટલા માટે જનજાતિ સંરક્ષણ ટ્રસ્ટના કર્મચારીઓ શિકાર અને બીજા કામકાજની વસ્તુઓ તેના તેમના રહેઠાણના વિસ્તારમાં રાખીને પાછા આવી જતાં હતા. જો કે તેની ગતિ વિધિઓ પર નજર પણ રાખવામાં આવતી હતી.
કુદરતી કારણોસર થઈ મૃત્યુ
ગયા બુધવારે સરંક્ષણ ટ્રસ્ટના અધિકારીઓએ તેને તેના ઘાસના બનેલ ઘરમાં મૃત હાલતમાં શોધી કાઢ્યો હતો. તેની મૃત્યુ કુદરતી કારણોસર થઈ હતી. સાથે જ એક અધિકારીએ કણાવ્યું હતું કે દુનિયાના સૌથી એકલા વ્યક્તિને તેના જ ઘરમાં દફનાવવામાં આવશે.
'Man of the Hole': Last known member of uncontacted Amazon tribe dies https://t.co/7NtkeV12AV pic.twitter.com/p3PqeYitMZ
— New York Post (@nypost) August 30, 2022