જૂનાગઢમાં આરોગ્ય ક્ષેત્રે મોટું યોગદાન આપનાર ડો.ડી.પી.ચીખલિયાની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
જૂનાગઢ એક સમયે આરોગ્ય સેવાને લઇને ખુબ જ પછાત હતું. લોકોને અમદાવાદ અને રાજકોટ સુધી જવું પડતું હતું.ત્યારે જૂનાગઢને આરોગ્ય ક્ષેત્રે નવી જ ઉર્જા અને ગતી આપવાનું કામ ડૉ. ડી.પી.ચીખલિયાએ કર્યું. 1981માં જૂનાગઢમાં હોસ્પિટલનો પ્રારંભ કર્યો. પહેલા માત્ર પાંચ બેડની ચાલતી હોસ્ટિલ આજે ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બની ગઇ.જે 150 બેડ ધરાવે છે.વર્ષ 2003માં ડૉ.ડી.પી.ચીખલિયાને હદય રોગનો હુમલો આવ્યો અને અમદાવાદ જવાની જરૂરી પડી ત્યારે એમ્બ્યુલન્સ પણ મળી ન હતી.બસ અહીંથી લોકોને પડતી મુશ્કેલીની અનુભુતી થઇ અને જૂનાગઢને આરોગ્ય ક્ષેત્રે નવી ઉંચાઇએ લઇ જવાનાં સંકલ્પ સાથે જુદીજુદી આરોગ્યલક્ષી સેવાઓનો પ્રારંભ કરનાર ડૉ. ડી.પી.ચીખલિયાની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત….
- Advertisement -
પિતાએ ખેડૂતના સાથી રહી પુત્રને તબીબ બનાવ્યો અને પુત્રએ તબીબથી રાજકારણ સુધીની સફર ખેડી
જૂનાગઢમાં આરોગ્ય ક્ષેત્રની વાત નિકળે એટલે પહેલા જેના નામની ચર્ચા થયા એ છે ડૉ. દેવરાજ પી. ચીખલિયા. જૂનાગઢમાં આરોગ્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન ડૉ.ડી.પી.ચીખલિયાનું રહ્યું. ડૉ. ડી.પી.ચીખલિયાનો જન્મ રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકાનાં આરબટીબડી ગામે થયો હતો. સામાન્ય પરિવારનાં ડૉ.ચીખલિયાનો જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ આરબટીબડીમાં પૂર્ણ કર્યું. ભેંસાણમાં ધોરણ 11 સુધી અભ્યાસ કરી મેડીકલનાં અભ્યાસમાં પ્રવેશ મળવ્યો. ખુબ જ આર્થીક નબળી સ્થિતી હોવા છતા પિતાએ ઉચ્છશિક્ષણ માટે મેડિકલમાં પ્રવેશ અપાવ્યો. ડૉ. ડી.પી. ચીખલિયાનાં પિતાજી ભેંસાણમાં 25 વર્ષ સુધી ખેડૂત સાથે સાથી તરીકે કહ્યાં હતાં. આ ક્ષણને યાદ કરતા ડૉ.ડી.પી.ચીખલિયા ભાવુક બની ગયા હતાં. તેમણે કહ્યું હતું કે, પિતાજીએ ખુબ જ સંઘર્ષ કરી અભ્યાસ કરાવ્યો. 25 વર્ષ સુધી સાથી તરીકે રહ્યાં. મેડિકલમાં પ્રવેશ મેળવ્યો ત્યારે આવકનાં 3 સ્ત્રોત હતા. ઘરેથી પૈસા આવતા,બીજા કાકાનાં દિકરા છગનભાઇ અને પ્રો.ગીરીશભાઇ માકડ દ્વારા આર્થીક સહકાર મળતો હતો અને આ રીતે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શરૂઆતમાં અભ્યાસનો મુખ્ય હેતુ આર્થીક સ્થિતી સુધરે તેવો જ હતો. અમદાવાદ મેડીકલમાં અભ્યાસ દરમિયાન ચાલીને જતો ત્યારે અહીં કાપડ મીલનાં માલીકનાં ભવન અને ગાડીઓ જોતો હતો. મનોમન આ પ્રકારનાં વ્યકિત બનવાનું વિચારતો હતો. 1980માં અભ્યાસ પૂર્ણ થયો. એમએસ ગોલ્ડ મેડાલિસ્ટ બન્યાં. રાજયમાં અનેક જગ્યા ખાલી હતી પરંતુ નોકરી મળતી ન હતી. પહેલા ટીચીંગ લાઇનમાં જવાનું વિચાર્યું હતું. રાજકોટમાં પ્રાઇવેટ પ્રેકટીસ શરૂ કરી હતી.
- Advertisement -
5 બેડની હોસ્પિટલથી શરૂઆત કરી આજે 150 બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બનાવી
2003માં ડૉ.ડી.પી. ચીખલિયાને હ્રદય રોગનો હુમલો આવ્યો ત્યારે એમ્બ્યુલન્સ પણ મળી ન હતી
તેમજ અહીં હોસ્પિટલ શરૂ કરવાનો વિચાર કર્યો હતો. લોકોએ પહેલા મદદ કરવાનું કહ્યું હતુ, તેવા લોકો ખરા સમયે સાથે રહ્યાં નહી. રાજકોટમાં હોસ્પિટલ શરૂ કરવામાં સફળતા મળી ન હતી. બાદ ઘરેથી પણ કમાવા માટે પ્રેસર હતું. જૂનાગઢ આવવા માટે પાંચ કીમી ચાલવું પડતું હતું. જૂનાગઢ આવ્યા બાદ કોઇ જગ્યા કે કામ મળે નહી. દિવસભર બસ સ્ટેશનમાં બેસી રહ્યું.કેટલીક વાર સતાધાર જતો રહ્યું. આવી રીતે સમય પસાર કર્યો. બાદ રાણાવાવમાં ભાડાથી દવાખાના માટે જગ્યા મળી. 19/07/1981નાં દિવસે પાંચ બેડ સાથે હોસ્પિટલનો પ્રારંભ કર્યો. લોકોનો વિશ્ર્વાસ જિત્યો. હોસ્પિટલનાં પ્રારંભમાં જે કામ કરતા હતા તે જ કામ આજે કરી રહ્યો છું. કેન્દ્રમાં હંમેશા દર્દી રહ્યાં છે. ત્યારે પણ લોકોને મદદ કરવાની ભાવના હતી આજે પણ તે જ ભાવના છે, તેમજ વર્ષ 2003માં મને હદય રોગનો હુમલો આવ્યો. અમદાવાદ જવાની જરૂર પડી ત્યારે એમ્બ્યુલેન્સ મળી ન હતી. સારવારમાંથી આવ્યાં બાદ વિચાર આવ્યો કે,લોકોને કેવી પીડા હશે. બાદ 20 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ કાર્યરત કરી. જૂનાગઢમાં લોકોને શ્રેષ્ઠ સારવાર મળે તે દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. અને આજ 150 બેડની ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બની છે. તેનું મુખ્ય કારણ મારા પિતાજી છે. તેવો મુજરી કામ સાથે ધાર્મીક સાહિત્યનું વાંચન કરતા.
ધાર્મીક પુસ્તકોનું ચિંતન અને કેળવણી અમને આપ્યાં છે. તેમને લખતા આવડતું ન હતું. બીજા પાસે પત્ર લખાવતા હતાં. લખી શકે તે માટે 67 વર્ષની ઉંમરે લખતા શિખ્યાં હતાં. મારા જીવનમાં તેનો ખુબ જ પ્રભાવ પડ્યો છે. ડૉ. ડી.પી.ચીખલિયાએ કહ્યું હતું કે,આર્થીક ઉપાર્જન ચોક્કસ કરવું, પરતું તેની પાછળ દોટ ન મુકવી. લોકોની સેવા અને લોકોમાં વિશ્ર્વાસ કેળવ્યો તેનું પરિણામ 1989માં આવ્યું અને જે જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબીત થયો. આ વર્ષમાં જૂનાગઢ લોકસભાની બેઠકમાં અમારી પસંદ કરી કરવામાં આવી. પરંતુ આર્થીક વસ્તુ બંધ થઇ જાય તો માણસ ભ્રષ્ટ બની જાય. માટે મારી જગ્યાએ મારા પત્નિને ટીકીટ માટે કહ્યું. સ્વ.ભાવનાબેન પ્રથમ વખત રાજકારણમાં આવ્યા અને ચાર ટર્મ સાંસદ બન્યાં. કેન્દ્રીય મંત્રી બન્યાં. તેમનાં કારણે સોરઠને બ્રોડગેજ રેલવે લાઇન મળી, રોપવે લાવવામાં મુખ્ય ભૂમિકા રહી, સોમનાથમાં લાઇટ અન્ડ સાઉડ શો શરૂ કરાવ્યો. તેમનાં કાર્યકાળ દરમિયાન અનેક મહત્વકાંક્ષી પ્રોજેકટ પર કામ થયું. ડૉ.ડી.પી.ચીખલીયાએ કહ્યું હતું કે, ઇશ્ર્વર ઉપર ખુબ જ વિશ્ર્વાસ અને શ્રધ્ધા છે. ઇશ્ર્વરને સાક્ષીએ જ દરેક કાર્ય કર્યાં છે. ઇશ્ર્વરને સંપૂર્ણ સમર્પિત છું. સવારનાં ઠાકરોજીને સંપૂર્ણ સમર્પણ બાદ ઘરની બહાર નિકળ્યું છું. જીવનની દરેક ક્ષણ ઇશ્ર્વર માટે જીવવા માંગુ છું.
100થી વધુ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પરિષદમાં સક્રિય પ્રતિનિધિ
ડૉ. ડી.પી.ચીખલિયા આરોગ્ય સેવા સાથે ભાજપમાં સક્રિય સભ્ય પદ ધરાવે છે. ઇન્ડિયન મેડિકલ એસોસીએશનમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ચૂટાયા હતાં. જૂનાગઢમાં એસોસીએશનમાં પાંચ ટર્મ પ્રમુખ રહ્યાં હતાં. ત્રિમૂર્તિ ચેરીટેલબ ટ્રસ્ટનાં પ્રમુખ છે. સ્વ.ભાવનાબેન ચીખલિયાની યાદમાં ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને તેના માધ્યમથી અનેક સેવાકીય અને સમાજ ઉપયોગી પ્રવૃતિ કરવામાં આવી રહી છે. તેમજ નેશનલ મેડિકોસ ઓર્ગેનાઇઝેશન, જૂનાગઢ અંધક્ધયા છાત્રાલય, યુરોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા, ભારતીય હર્નીયા સોસાયટી, ઇન્ટરનેશનલ કોલેજ ઓફ એન્જીયોલોજી સહિતની સંસ્થાઓ અને એનજીઓમાં કામ કર્યું છે. તેમજ 100 થી વધુ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પરિષદમાં સક્રિય પ્રતિનિધિ કર્યું છે. 300થી વધુ ફી મેડિકલ કેમ્પની મદદથી 1.5 લાખ લોકોને સારવાર આપી છે.
દરરોજ સવારનાં 7થી 8 ફરજીયાત વાંચન
ડૉ. ડી.પી.ચીખલિયાને વાંચનનો ખુબ જ શોખ છે. મેડિકલ ઉપરાંત ધાર્મીક સાહિત્ય વધુ વાંચે છે. તેમજ ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, રામાયણ,મહાભારત, ગીતા,કુરાન,બાઇબલ સહિતનાં ધાર્મીક પુસ્તકોનું વાંચન કર્યું છે. કોરોના કાળમાં મહાભારતનું વાંચન પૂર્ણ કર્યું હતું. ડૉ.ડી.પી.ચીખલિયાએ પોતાનાં નિવાસ સ્થાને જ લાઇબ્રેરી બનાવી છે. અહીં તમામ પ્રકારનું સાહિત્ય અને પુસ્તક મળી રહે છે.
જૂનાગઢનાં વિકાસમાં લોકો અને નેતાની ઇચ્છા શક્તિની ખોટ
આગામી વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક માટે ડૉ.ડી.પી.ચીખલિયાનું નામ પણ ચર્ચામાં છે. આ અંગે ડૉ.ડી.પી.ચીખલિયાએ કહ્યું હતું કે, દર ચૂંટણીમાં મારા નામની લોકો ચર્ચા કરતા હોય છે. તેવી જ ચર્ચા આ વર્ષ પણ છે. જૂનાગઢનાં વિકાસ અંગે કહ્યું હતું કે,જૂનાગઢમાં લોકો અને નેતાની ઇચ્છા શકિત ઘટે છે. જૂનાગઢમાં માટે સતત વિચારતો, આવડત હોય અને જૂનાગઢનાં વિકાસની દ્રષ્ટી હોય તેવા વ્યકિતની જરૂર છે. જૂનાગઢમાં વન,ગીરનાર, યાત્રાધામ છે. છતા પણ આપણે એક ઉંચાઇએ પહોંચી શકતા નથી. જૂનાગઢમાં માત્ર રાજકારણી નહી ચાલે પરંતુ જૂનાગઢને શ્રેષ્ઠ વ્યકિતત્વની જરૂર છે. તેમજ લોકોએ પણ ચલાવી લેવાનો ભાવ ન રાખવો જોઇએ.