ઘોર બેદરકારીથી ગ્રાહક ધુવાફુવા : વધુ એક વખત વીજતંત્રનો મહાછબરડો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગ્રાંધીગ્રામ પી.જી.વી.સી.એલ. એ એક ગ્રાહકને 5,72,270નું વિજ બીલ આપતા ગ્રાહકના જીવ તાળવે ચોટી ગયા હતા. જૂનાગઢ શહેરનાં રાયજીબાગ વિસ્તારમાં આવેલ મોર્નાંક વિંગસીમાં 720 ફલેટમાં રહેતા મેહતા પક્ષાબેન સુરેશભાઇને ઘરે 572 લાખનું વિજ બિલ ફટાકારતા ગ્રાહક ધુવાફુવા થયા હતા. પીજીવીસીએલની ઘોર બેદકારીથી સુરેશભાઇ મેહતાને અધધ વીજ બિલ જોઇને પી.જી.વી.સી.એલ. કચેરીએ પોહચીને અધિકારીને ઉધડા લીધા હતા અને ત્યાર બાદ પી.જી.વી.સી.એલ.ના અધીકારી વિજ બિલ જોઇ ચોકી ઉઠ્યાં હતાં અને ત્યાર બાદ તપાસ કરતા ભુલ સમજાઇ હતી અને ભુલનો સ્વીકાર કરીને વીજ બિલમાં તુંરત સુધારો કર્યાં હતો.2500 નું બિલ ફરી બનાવી આપ્યુ હતું મકકમ મનોબળના વ્યકતી હતા એટલે કોઇ ઘટના ના બની.