ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેના ભાગરૂપે શહેર – જિલ્લામાં વિવિધ મતદાન બૂથ ઉપર મતદાર યાદી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. આ મતદાર યાદી બૂથોમાં નાગરિકો નામ ઉમેરવા – કમી – સુવિધા – સ્થળાંતર સહિતના ફોર્મ ભરી શકે છે. દરમિયાન ગઇકાલે રાજકોટ શહેર – જિલ્લાના 2253 મતદાન મથકો ઉપર સવારે 10થી સાંજે 5 બીએલઓની હાજરીમાં સ્પે. કેમ્પ હતો અને તેમાં ફોર્મ ભરવા ધસારો રહ્યો હતો.
ચૂંટણી અધિકારી સૂત્રોના કહેવા મુજબ કુલ 2253 મતદાન મથકો ઉપર નવા નામ ઉમેરવા અંગે કુલ 9650 ફોર્મ ભરાયા હતા તેમાં 18 થી 19 વર્ષની વયના યુવા મતદારોમાં ભારે ઉત્સાહ હતો. યુવા વર્ગના કુલ 2507 ફોર્મ ભરાયા હતા. આ સહિત નામ ઉમેરવાના 3608, ના કમી – 2853, સુધારણા – 773 તથા સુધારણાના 2416 ફોર્મ ભરાયા છે. ગઇકાલે કલેકટર, એડી. કલેકટર, તમામ પ્રાંત, મામલતદારો દ્વારા સતત ચેકીંગ
કરાયું હતું.