આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ સતત ઘટી રહ્યા છે. ક્રૂડ ઓઇલનાં ભાવ 95 ડોલર સુધી આવી ગયા છે.
સતત 92 દિવસથી એ જ ભાવ
- Advertisement -
આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ સતત ઘટયા છે. સતત ઘટી રહેલા ભાવ છતાં સ્થાનિક કક્ષાએ પેટ્રોલ ડીઝલનાં ભાવમાં કોઈ ઘટાડો નથી જોવા મળી રહ્યો.
ઇંડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આજે પેટ્રોલ ડીઝલનાં લેટેસ્ટ ભાવની જાહેરાત કરી દેવામાં આવી છે. જે અનુસાર સવારે છ વાગ્યે થયેલી અપડેટ મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 96 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનાં ભાવ 89 રૂપિયા પ્રતિ લિટર ચાલી રહ્યા છે. સતત 92 દિવસથી દેશમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઓઇલ કંપનીઓ દ્વારા ખાસ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ટેલનાં ભાવ
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલનાં ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. એટલો મોટો ઘટાડો કે ભાવ હવે પર બેરલ 95 ડોલર સુધી આવી ગયા છે. WTI ક્રૂડના ભાવ 90 ડોલર પર બેરલ સુધી નિચે આવી ગયા છે અને આજે 89.65 ડોલર પર બેરલ સુધી આવી ગયા છે. તો ગ્લોબલ ઓઇલ બેન્ચમાર બ્રેન્ટ ક્રૂડ 95.51 ડોલર પ્રતિ બેરલ પર ટકી રહ્યા છે.
- Advertisement -
અન્ય મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
મુંબઈ શહેરમાં પેટ્રોલ રૂ. 106.31 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
બૃહદ મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.49 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.44 પ્રતિ લીટર
પૂણેમાં પેટ્રોલ 105.99 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.51 રૂપિયા પ્રતિ લીટર છે.
નાસિકમાં પેટ્રોલ 106.22 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 92.73 રૂપિયા પ્રતિ લીટર
નાગપુરમાં પેટ્રોલ રૂ. 106.21 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 92.75 પ્રતિ લીટર
કોલ્હાપુરમાં પેટ્રોલ રૂ. 106.75 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 93.28 પ્રતિ લીટર
ભોપાલમાં પેટ્રોલ 108.75 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 93.99 રૂપિયા પ્રતિ લીટર
ઈન્દોરમાં પેટ્રોલ રૂ. 109.10 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.34 પ્રતિ લીટર
ગ્વાલિયરમાં પેટ્રોલ 108.58 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 93.84 રૂપિયા પ્રતિ લીટર