ખાસ-ખબર સંવાદદાતા
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે દીવની દ્વારકાધીશ હવેલીમાં દ્વારકાધીશને વૈષ્ણવો દ્વારા તિરંગાના સાજ સજાવી હિંડોળે ઝુલાવવામાં આવ્યા હતા. આં પ્રસંગે દિવ મ્યુનિસિપાલિટીના હાલ ચૂંટાયેલા પ્રથમ મહિલા પ્રમુખ હેમલતાબેન, દિવ જિલ્લા ભાજપ પ્રમુખ બીપીનભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા વિનયબેન લલીતભાઈ શાહ, આરતીબેન શાહ,સુરભીબેન શાહ,રૂપાલીબેન શાહ, હર્ષાબેન શાહ, આયુષ શાહ,શારદાબેન સહિતનાંએ જહેમત ઉઠાવી હતી.
દીવમાં દ્વારકાધીશ હવેલીએ તિરંગાનાં હિંડોળા દર્શન
