રક્ષાબંધન પર્વ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મોટી સંખ્યા બહેનો આવી પહોંચી, સીએમને રાખડી બાંધીને સારા સ્વાસ્થ્યની કરી પ્રાર્થના
સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવાસ સ્થાને ઉજવી રક્ષાબંધન
- Advertisement -
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. વિવિધ વર્ગોની બહેનો અને બ્રહ્માકુમારીની બહેનોએ સીએમને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.
બહેનોએ સીએમનું મોં મીઠુ કરાવીને સીએમને રાખડી બાંધી. આ પ્રસંગે ખાસ સુરક્ષાબંદોબસ્ત સાથે કાર્યક્રમ યોજાયો હતો.મોટી સંખ્યામાં બહેનો અહીં આવી પહોંચી હતી. સીએમને બહેનોએ રક્ષાસૂત્ર બાંધી તેમના સારા સ્વાસ્થ્યની મનોકામના કરી હતી.
- Advertisement -
આ પ્રસંગે ગુજરાતની મહિલા સાંસદો પણ ઉપસ્થિત રહી હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ સીએમ પટેલને આશીર્વાદ આપીને રક્ષાસૂત્ર બાંધ્યું.
સી.આર પાટીલે ઉજવી રક્ષાબંધન
તો આ તરફ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. સી.આર. પાટીલને તેમની બહેને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યુ. આ પ્રસંગે તેઓઓ જનતા રક્ષાબંધનની શુભકામના પાઠવી. સાથે જ ગુજરાતની જનતાને પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવવા આહવાન કર્યુ હતુ. ત્યારબાદ તેઓ સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. નર્સિંગ સ્ટાફની બહેનો સાથે રક્ષાબંધન ઉજવી. નર્સિંગ સ્ટાફની બહેનોએ સી.આર. પાટીલને રાખડી બાંધી.
નીમાબેન આચાર્યએ સરહદે રક્ષાબંધન ઉજવી
દેશના જવાનો જે પોતાના પરિવારને છોડીને માત્રને માત્ર દેશ સેવાનું કાર્ય કરી રહ્યા છે તેવા જવાનોને પરિવારથી દૂર હોવાની લાગણી ન થાય તે માટે કચ્છ સરહદ પર ધરમશાળા બી.એસ.એફ. ચોકી ખાતે હર ઘર તિરંગા અભિયાન સાથે વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યની સાથે જિલ્લાની અન્ય બહેનોએ સરહદના જવાનોને રાખડી બાંધી હતી. ડ્યુટી હોવાથી બહેનને ન મળી શકનારા જવાનોને બહેનોએ રાખડી બાંધતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા.