– સ્વતંત્રતા દિન સમારોહમાં અમેરિકા, બ્રિટન, આર્જેન્ટીના, બ્રાઝીલ સહિત 10 દેશોના અધિકારીઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ
સ્વતંત્રતા દિવસ સમારોહમાં આ વખતે એનસીપી કેડેટસ ખાસ રીતે આમંત્રીત થશે. લાલ કિલ્લા પર યોજાનાર કાર્યક્રમ માટે બધા જિલ્લાના એનસીપી કેડેટસને આમંત્રણ અપાયું છે.
- Advertisement -
રક્ષા સચીવ અજયકુમારે જણાવ્યું હતું કે આ કેડેટસને ભારતના નકશાના ભૌગોલિક ફોર્મશનમાં લાલ કિલ્લાની સામે ‘જ્ઞાનપથ’ પર બેસાડવામાં આવશે. તેઓ ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિક સ્થાનિક પરિધાનોમાં સજજ થઈને ‘એક ભારત, કોઈ શ્રેષ્ઠ ભારત’નો સંદેશ આપશે.
આંગણવાડી કાર્યકર્તા, રેરડી-પટરી, વેપારીઓ મુદ્રા યોજનાના લાભાર્થી, શબગૃહ કાર્યકર્તા વગેરેને આમંત્રીત કરાયા છે. તેમણે જણાવ્યું હતું કે પ્રથમવાર સ્વતંત્રતા દિવસ સમારોહમાં સ્વદેશી તોપ એડવાન્સ ટોડ આર્ટીલરી ગન સીસ્ટમથી પણ સલામી આપવામાં આવશે.
તેને ડીઆરડીઓએ ડિઝાઈન કરી છે. બ્રિટીસ તોપોની સાથે 21 તોપોની સલામી આપવામાં આવશે, જેનાથી અત્યાર સુધી પરંપરાગત રીતે સલામી આપવામાં આવી રહી છે. એટીએજીએસ પ્રોજેકટ 2013માં ડીઆરડીઓએ ભારતીય સેનામાં ઉપયોગ કરવામાં આવી. ભારતીય સેનામાં ઉપયોગ કરવામાં આવી રહેલી જુની તોપોને આધુનિક 155 એમએમ આટીલની ગન સાથે બદલાવા માટે શરૂઆત કરાઈ હતી. એના માટે ભારત ફોર્જ લિમિટેડ અને તાતા એડવાન્સ્ડ સિસ્ટમ લીમીટેડ સાથે ભાગીદારી કરાઈ છે. એટીએજી 155 એમએક કેલિબરની ગન સીસ્ટમ છે જેની ફાયરીંગ રેન્જ 48 કિલોમીટર છે.
- Advertisement -
સચિવે વધુમાં જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિનના ભાગરૂપે પહેલીવાર એક ખાસ યુવા આદાન પ્રદાન કાર્યક્રમ આયોજીત કરાયો છે. સ્વતંત્રતા દિવસમાં સામેલ થવા માટે 14 દેશો- અમેરિકા, બ્રિટન, આર્જેન્ટીના, બ્રાઝીલ, ફિજી, ઈન્ડોનેશીયા, કીર્ગીસ્તાન, માલદીવ, મોરેશિયસ, મોઝામ્બિક, નાઈઝીરીયા સેશેલ્સ, યુએઈ અને ઉઝબેકીસ્તાનના કુલ 26 અધિકારી/નિરીક્ષક અને 127 યુવાનો ભારત આવ્યા છે.