ગુજરાતમાં છેલ્લાં 13 વર્ષેમાં આ સિઝનમાં પાણીની આવક સૌથી વધુ, અત્યાર સુધી 80% વરસ્યો, 6થી 8 વાગ્યા સુધીમાં 58 તાલુકામાં વરસાદ
રાજ્યમાં 11 ઓગસ્ટ એટલે કે આજે અને 12 ઓગસ્ટના દિવસે હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદ, સુરત, તાપી, ડાંગમાં નવસારી, ખેડા, વડોદરા, જામનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં મધ્યમ વરસાદ તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં સામાન્ય વરસાદના સંકેત આપવામાં આવ્યા છે.
- Advertisement -
છેલ્લાં 13 વર્ષે આ વર્ષે પાણીની આવક સૌથી વધુ નોંધાઈ
ત્યારે ખેડૂતો અને પાણી માટે વલખાં મારતા અંતરિયાળ ગામો માટે ખુશીના સમાચાર એ છે કે ચોમાસના અંતને હજુ તો દોઢ મહિનાની વાર છે ત્યારે આજ દિન સુધીમાં રાજ્યમાં 80% વરસાદ પડી ગયો છે. સારા વરસાદને પગલે છેલ્લાં 13 વર્ષે આ વર્ષે પાણીની આવક સૌથી વધુ નોંધાઈ છે.
ઝોન વાઇઝ ડેમની સ્થિતિ
કચ્છમાં ડેમોમાં 70% જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 63% જળ સંગ્રહ થયો, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 74% જળ સંગ્રહ , મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44% જળ સંગ્રહ , ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 31% જળ સંગ્રહ થઈ ગયો છે. રાજ્યના 62 ડેમમાં આગામી ઓગસ્ટ 2023 સુધી ચાલે તેટલુ પાણી છે.
આજે 58 તાલુકામાં વરસાદ
આજે વરસાદની આગાહી મુજબ સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 58 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ ભરૂચના હાંસોટમાં 1.5 ઈંચ વરસાદ, તિલકવાડામાં 1 ઈંચ વરસાદ, નાંદોદમાં 1 ઈંચ વરસાદ, ભરૂચમાં 1 ઈંચ વરસાદ, ક્વાંટમાં 1 ઈંચ વરસાદગરૂડેશ્વરમાં 0.8 ઈંચ વરસાદ, અંકલેશ્વરમાં 0.8 ઈંચ વરસાદ, કેશોદમાં 0.8 ઈંચ વરસાદ, સાગબારામાં 0.8 ઈંચ વરસાદ, નસવાડીમાં 0.8 ઈંચ વરસાદ, વાગરામાં 0.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
- Advertisement -
નર્મદા ડેમ 132.70 મીટર સુધી ભરાયો
બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની વાત કરીએ તો નર્મદા બંધની જળસપાટીમાં વધારો છે. મધ્ય પ્રદેશમાં ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી પાણીની આવક છે, મધ્ય પ્રદેશના ઈન્દીરા સાગર ડેમના 12 ગેટ ખોલી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ટર્બાઇનો ચાલુ કરતા જેના ડિસ્ચાર્જ થઈ કુલ 2 લાખ ક્યુસેક પાણી છોડાયું છે જેથી હાલ નર્મદા ડેમમાં 1,10.લાખ.ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, આવક સામે નર્મદા ડેમમાથી 49,829 ક્યુસેક પાણીની જાવક. નર્મદા ડેમની જલાસપાટી 132.70 મીટરે પહોંચી છે આપને જણાવી દઈએ કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ડેમ ભયજનક સપાટીએ
મહીસાગરના ખાનપુરમાં ભાદર ડેમની સપાટી 119.90 મીટર પહોંચી છે. ડેમમાં પાણીની આવક વધતા લોકોમાં ખુશીનો માહોલ છે. ડેમની ભયજનક સપાટી 123.72 મીટર છે. તો બીજી તરફ કડાણા ડેમમાં 41 હજાર 410 ક્યુસેક પાણી આવક થઈ રહી છે. ડેમનું લેવલ 396.04 ફૂટ ઉપર પહોંચ્યું છે જ્યારે કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. જેના પગલે 5 હજાર 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
રાજકોટમાં ધોધમાર સાર્વત્રિક વરસાદ
આજે વહેલી સવારથી જ મેઘરાજા રાજકોટમાં રમઝટ બોલાવી રહ્યા છે. શહેરના યાજ્ઞિક રોડ, કાલાવાડ રોડ, મવડી રોડ, 150 ફૂટ રિંગરોડ, જુબેલી બાગ, પેડક રોડ, માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, મવડી ચોકડી વિસ્તાર, ત્રિકોણ બાગ, જામનગર રોડ, નાના માવા સર્કલ, આનંદ બંગલા ચોક, ઢેબર રોડ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. આ સાથે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર લોધિકામાં પણ વરસાદ શરૂ થયો છે.નર્મદા જિલ્લામાં પણ મોડી રાતથી પાંચ તાલુકામાં વરસાદ થયો છે.