હવામાન વિભાગે આજે મુંબઈ, નવી મુંબઈ, પાલઘર અને રાયગઢમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું, આ વિસ્તારોમાં 10-11 ઓગસ્ટ સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સોમવાર સાંજથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે મુંબઈ, નવી મુંબઈ, પાલઘર અને રાયગઢમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં 10-11 ઓગસ્ટ સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે. સાંતાક્રુઝમાં મંગળવારે સવારે 5:30 વાગ્યા સુધી 86 મીમી વરસાદ નોંધાયો છે. આગામી કેટલાક કલાકોમાં તે 100 મીમીને પાર કરી શકે તેવી સંભાવના છે.
- Advertisement -
મુંબઈ, થાણે, પાલઘરમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3-4 કલાક દરમ્યાન મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. મહાનગરના ભિવંડી વિસ્તારમાં રાતભર ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે બજારની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. શહેરના તીનબત્તી માર્કેટની અનેક દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે.
#WATCH | Maharashtra: High tide hits Marine Drive in Mumbai amid rainfall
- Advertisement -
As per IMD, intense to very intense rain with gusty winds reaching 40-50 kmph very likely at isolated places in Mumbai, Navi Mumbai, Thane, Palghar till 10 am today. Orange alert for Mumbai & Thane today pic.twitter.com/znzyjw1hdQ
— ANI (@ANI) August 9, 2022
ભારે વરસાદ અને ખરાબ હવામાનથી ફ્લાઈટને અસર
ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઈટને પણ અસર થઈ છે. સ્પાઈસજેટે મુસાફરોને એરપોર્ટ પર આવતા પહેલા ફ્લાઈટનો સમય તપાસવા વિનંતી કરી છે. ઘણી ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાંથી પાણી ભરાયાના અહેવાલો આવી રહ્યા છે. સવારે ઓફિસ જવા માટે નીકળેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંધેરીમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે સબવે બંધ કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમરાવતી-નંદગાંવ રોડ પર એક ટ્રેક્ટર પાણીમાં વહી જવાના સમાચાર છે. આ ટ્રેક્ટરમાં સવાર 2-3 લોકો પણ ધોવાઈ ગયા છે. આ તમામની શોધ ચાલી રહી છે.
મહારાષ્ટ્ર અનેક વિસ્તારોમાં એલર્ટ
હવામાન વિભાગે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના ઘણા ભાગો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રએ સોમવાર અને મંગળવારે ગઢચિરોલી, ચંદ્રપુર અને ગોંદિયાના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારથી બુધવાર સુધી વિદર્ભના ગોંદિયા, વર્ધા, વાશિમ અને યવતમાલ જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને આ સંદર્ભે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.