પાટીદાર સમાજના વિકાસમાં સ્વ. પોપટભાઈ કણસાગરાનો સિંહફાળો
સમાજશ્રેષ્ઠી સ્વ. પોપટભાઈ કણસાગરાના નિધનથી સમાજને મોટી ખોટ પડી: પરિવારની દુ:ખની ઘડીમાં તમામ અગ્રણીઓ સહભાગી બન્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે આજીવન સેવાવ્રતી અને દૂરંદેશી સમાજશ્રેષ્ઠી પોપટભાઈ નરશીભાઈ કણસાગરાનો દેહવિલય થતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કણસાગરા પરિવારના ચંદ્રકાંતભાઈ પોપટભાઈ કણસાગરા સાથે ટેલિફોનીક વાતચીત કરી દુ:ખની આ ઘડીએ સમગ્ર પરિવારને સાંત્વના પાઠવી હતી.
તેમણે કહ્યું હતું કે પાટીદાર સમાજના વિકાસમાં પોપટભાઈની દૂરંદેશી સાથેના કતૃત્વનો સિંહફાળો રહ્યો છે. તેમની વિદાયની ખોટ સમાજને હંમેશ રહેશે. મુખ્યમંત્રી તરફથી પરિવારને એક લેખિત શોકસંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો. કણસાગરા પરિવાર તરફથી આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા બેસણામાં પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ તથા સમાજની અનેક સંસ્થાના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી પરિવારની દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતાં. જાહેરજીવનના અનેક મોભીઓએ પણ હાજરી આપી પરિવારને સાંત્વના પાઠવી હતી.
- Advertisement -
આ તકે કર્ણાટક માજી ગવર્નર વજુભાઈ વાળા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય લાભાભાઈ સાગઠીયા, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ ડી. એમ. ગોળ, ઉમિયા ધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ઉમિયા ધામ ગાંઠીલાના પ્રમુખ વાલજીભાઈ ફળદુ, રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી. પી. વૈષ્ણવ, પૂર્વપ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયા, ગ્રેટર ચેમ્બરના પૂર્વપ્રમુખ ધનસુખભાઈ વોરા, ઉપેનભાઈ મોદી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, હરીભાઈ પટેલ, બાવનજીભાઈ મેતલીયા, મોહનભાઈ વાછાણી (જામજોધપુર), શિવલાલ વેકરીયા, જીવનભાઈ પટેલ, રાજેશભાઈ ભાલોડીયા, જયંતીભાઈ ફળદુ, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, માધુભાઈ બાબરીયા, બેચરભાઈ (મોરબી), વલમજીભાઈ અમૃતિયા, ત્રંબકભાઈ ફેફર, રમેશભાઈ પટેલ, શંભુભાઈ પરસાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. ફિલ્ડમાર્શલ પોપટભાઈ પરિવારના ચંદ્રકાંતભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, પ્રદિપભાઈ કોરડીયા સહિતના પરિવારની સાથે રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલાએ સાંત્વના પાઠવેલ.



