– છેલ્લા ચાર મહિનામાં રેપો રેટ 1.40 ટકા વધ્યો
શુક્રવારે RBI ના ગવર્નર શક્તિકાન્ત દાસ દ્વારા જાહેર કરવામાં આવી છે કે રેપો રેટ 0.50 ટકા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
અર્થતંત્રને લઈને જેની આશંકા ઘણા લોકોને પહેલાથી જ હતી તેવો નિર્ણય RBI દ્વારા લેવામાં આવ્યો છે. વધતી મોંઘવારીની વચ્ચે ઓગસ્ટ મહિનાની બેઠકો બાદ શુક્રવારે RBI ના ગવર્નર શક્તિકાન્ત દાસ દ્વારા જાહેર કરવામાં આવી છે કે રેપો રેટ 0.50 ટકા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આની સાથે જ છેલ્લા ચાર મહિનામાં રેપો રેટ 1.40 ટકા વધી ચૂક્યો છે. એક તરફ વધતી મોંઘવારી વચ્ચે RBIના આ નિર્ણયથી હોમ લોનથી લઈને પર્સનલ લોન પર EMI વધી જશે અને સૌથી વધારે માર મિડલ ક્લાસ પર પડશે.
RBI hikes repo rate by 50 basis points to 5.4% with immediate effect pic.twitter.com/axs5EMdvIM
— ANI (@ANI) August 5, 2022
- Advertisement -
4 મહિનામાં ત્રીજી વખત વધારો
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની આ બેઠક અગાઉ સોમવારથી બુધવાર સુધી યોજાવાની હતી, પરંતુ કેટલાંક કારણોસર તેને મોકૂફ રાખવી પડી હતી. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંકે આ વર્ષે મે મહિનાથી રેપો રેટ વધારવાનું શરૂ કર્યું છે. રિઝર્વ બેંકે મે મહિનામાં મોનેટરી પોલિસી કમિટી (RBI MPC મીટિંગ) ની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. મોંઘવારી વધવાને કારણે રિઝર્વ બેંકે આવું કરવું પડ્યું. તમને જણાવી દઇએ કે, મે 2022ની બેઠકમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ જૂન મહિનામાં મોનેટરી પોલિસી કમિટીની નિયમિત બેઠક યોજાઈ હતી, જેમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આરબીઆઈએ મે મહિનામાં લગભગ બે વર્ષ બાદ પ્રથમ વખત રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. લગભગ બે વર્ષ સુધી રેપો રેટ માત્ર 4 ટકા જ રહ્યો. જ્યારે હવે રેપો રેટ વધીને 5.40 ટકા થઈ ગયો છે.
રેપો રેટ વધવાથી શું થાય?
-રેપો રેટ વધવાથી સામાન્ય માણસ પર અસર થશે
-હોમ લોન સહિતની તમામ લોન મોંઘી થશે
-લોન મોંઘી થવાથી સામાન્ય માણસ પર ભારણ વધશે
-દરેક જગ્યાએ બેંકના રેટ અલગ અલગ વધી શકે છે