– અમે લોકશાહીની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ: સીધો પડકાર
નેશનલ હેરાલ્ડની ઓફિસ ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા સીલ કરાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે લડાયક મૂડમાં તેઓ ઈડી કે નરેન્દ્ર મોદીથી ડરતા નથી તેવું જણાવીને જે કરવું હોય તે કરી લેવા પડકાર ફેંકયો હતો.
- Advertisement -
રાહુલ ગાંધીએ આજે ભાજપ પર જોરદાર હુમલો કર્યો હતો અને તેઓ તપાસથી ભાગી રહ્યા છે તેવા ભાજપના આરોપ પર વળતો જવાબ આપતા કહ્યું કે મારી વાત સાંભળો, અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી, સમજી ગયા, જે કરવુ હોય તે કરી શકે છે. અમને કોઈ ફર્ક પડતો નથી, અમારું કામ દેશની રક્ષા કરવાનું, લોકતંત્રની રક્ષા કરવાનું તથા દેશમાં એખલાશ ભર્યો માહોલ જળવાઈ રહે તે છે અને હું તે કરતો રહીશ તેઓ કંઈ પણ કરી લે તેનાથી કોઈ ફર્ક પડતો નથી.
ગઈકાલે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ હેરાલ્ડ હાઉસમાં આવેલી યંગ ઈન્ડીયનની ઓફિસને સીલ કરી દીધી હતી અને કોંગ્રેસ વડા મથકે પણ સુરક્ષા બંદોબસ્ત લાદી દેવામાં આવ્યો હતો અને એન્ફોર્સમેન્ટ વિભાગ કોઈ મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે તેવો માહોલ ઉભો કરાયો હતો. જેના જવાબમાં આજે રાહુલ ગાંધીએ આ આકરુ વિધાન કર્યુ હતું અને ઉમેર્યુ હતું કે અમે કોઈપણ પરીસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ.