દર વર્ષે એક મહિનો વેકેક્ષ સ્ટોક લિમિટમાં વધારો, ગેસના વધતાં ભાવ, ચોમાસાનાં કારણે મજૂરની અછત સહિતના પ્રશ્નો જવાબદાર
ખાસ-ખબર સંવાદદાતા
દેશની સૌથી મોટી મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રીના ઉધોગકારોએ આવનાર 10 ઓગસ્ટથી એક મહિના સુધી વેકેશન રાખવાનો નિર્ણય લીધો છે. આ પહેલા કોરોના કાળમાં લાગેલ લોકડાઉનને પગલે દોઢ મહિના સુધી ફેકટરીઓ બંધ રહી હતી ત્યારબાદ જે તે વખતે સ્ટોક અને ડિમાન્ડ સપ્લાય ચેઈન યોગ્ય થઈ ગઈ હતી જોકે બે વર્ષ બાદ ફરી એકસપોર્ટ અને ડોમેસ્ટિક એમ બંને માર્કેટના ડીમાન્ડમાં મોટા પાયે ઘટાડો આવતા ફરી સ્ટોક લિમિટ ખુબ વધવા લાગી છે તો બીજી તરફ ગેસના વધતા ભાવ, ચોમાસાના કારણે મજૂરની અછત સહિતના પ્રશ્નો સર્જાતા મોરબીના સિરામિક ઉધોગકારોએ ચીનના માર્કેટની જેમ એક મહિનાનું સ્વૈચ્છિક વેકેશન રાખવાનો નિર્ણય લીધો છે.
- Advertisement -
આગામી 10 ઓગસ્ટથી 10 સપ્ટેબર સુધી મોરબીના 800 થી વધુ વોલ ટાઈલ્સ, વિટ્રીફાઈડ ટાઈલ્સ, ફ્લોર ટાઈલ્સ તેમજ સેનેટરીવેરના યુનિટો બંધ કરવાનો નિર્ણયો લેવામાં આવ્યો છે. આ અંગે સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના અલગ અલગ ડિવિઝનના પ્રમુખો દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપતા જણાવાયું હતું કે, ચોમાસાના પગલે બાંધકામ ઉધોગ સુસ્ત થઈ ગયો છે જેના પગલે મોરબીના સિરામિક ઉધોગમાં છેલ્લા ઘણા સમયથી ડીમાન્ડ ઘટી ચૂકી છે તેમજ ઉદ્યોગ પણ સતત ચાલતો હોવાથી મશીનરીમાં મેન્ટેનસ કામગીરી કરવા તેમજ હાલ જે સ્ટોક વધ્યો છે તે ફરીથી વ્યવસ્થિત થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.શન રાખવાનો સિરામિક એસો. નો નિર્ણય