હાલમાં પેસેન્જર પ્લેનમાં ટેકનિકલ ખામીને કારણે ઈમરજન્સી લેન્ડિંગના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ઉૠઈઅ)એ આ અંગે કડક વલણ દાખવ્યું છે. ઉૠઈઅનાં અધિકારીઓએ તાજેતરમાં ઘણી ફ્લાઇટ્સનું સ્પોટ ચેકિંગ કર્યું છે. આ સાથે જ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ એરલાઈન્સના એરક્રાફ્ટને બેઝ અથવા એરપોર્ટ પરથી ત્યારે જ ટેકઓફ કરવાની મંજૂરી આપવામાં આવે જ્યારે તે સંસ્થાના લાઇસન્સ પ્રાપ્ત સ્ટાફે તેની સુરક્ષા અંગે મંજૂરી આપી હોય.
ડીજીસીએએ કહ્યું છે કે તેના આદેશનો અમલ 28 જુલાઈ સુધીમાં શરૂ કરી દેવો જોઈએ. નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં સ્પાઈસ જેટ, ઈન્ડિગો જેવી એરલાઈન્સની ટેકનિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે ઉૠઈઅ દ્વારા સ્થળ પર જ સ્પોટ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં ખામીઓની ખોટી ઓળખ સાથે સંબંધિત મામલા પણ સામે આવ્યા છે. આ સિવાય ફ્લાઈટ્સમાં ન્યૂનતમ ઈક્વિપમેન્ટની યાદીમાં પણ કમી આવવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ સિવાય પણ ઘણી જગ્યાએ ફ્લાઇટના ઉપડતા પહેલા સિક્યોરિટી ક્લિયરન્સ આપતા સ્ટાફની અછત જોવા મળી રહી છે.
- Advertisement -
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ દેખરેખ વધારવા સૂચના આપી હતી અગાઉ સોમવારે નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે ભારતીય એરલાઇન કંપનીઓના વડાઓ સાથે બેઠક કરી હતી અને તેમને સુરક્ષા દેખરેખ વધારવા માટે કહ્યું હતું. અહેવાલો અનુસાર, સિંધિયાએ એરલાઇન કંપનીઓને સુરક્ષા દેખરેખ વધારવા માટે તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.
સિંધિયાએ રવિવારે મંત્રાલય અને રેગ્યુલેટરી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ઉૠઈઅ)ના વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરક્ષા મુદ્દાઓ પર બેઠક યોજી હતી. જેમાં તેમણે અધિકારીઓ પાસેથી છેલ્લા એક મહિનાની ઘટનાઓ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો હતો અને કહ્યું હતું કે મુસાફરોની સલામતી સાથે કોઈ બાંધછોડ કરવી જોઈએ નહીં.
રવિવારે જ, ઇન્ડિગોની શારજાહ-હૈદરાબાદ ફ્લાઇટને એન્જીનમાં ટેકનિકલ ખામી મળ્યા બાદ સાવચેતીના પગલા તરીકે કરાચી તરફ વાળવામાં આવી હતી. આ પહેલા શનિવારે રાત્રે એર ઈન્ડિયા એક્સપ્રેસની કાલિકટ-દુબઈ ફ્લાઈટને મસ્કત તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી કારણ કે એરક્રાફ્ટમાં કંઈક બળવાની ગંધ આવી હતી. આના એક દિવસ પહેલા એર ઈન્ડિયા એક્સપ્રેસની બહેરીન-કોચી ફ્લાઈટમાં એક જીવતું પક્ષી મળી આવ્યું હતું.