છોટાઉદેપુરનો પરિવાર માણાવદર મજુર માટે આવ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
મળુ છોટાઉદેપુરનો પરિવાર માણાવદરનાં ગણા ગામે રહેતો હતો.ગઇકાલે પરિવારનાં નાના બાળક ઉપર 3 કુતરાએ હુમલો કર્યો હતો.જેમાં બે વર્ષનાં બાળકનું મોત નિપજ્યું હતું.બનાવની મળતી વિગત મુજબ મુળ છોટાઉદેપરુનાં નાનાવાટાનાં જગદીશભાઇ રાજુભાઇ રાઠવા માણાવદર તાલુકાનાં ગણા ગામે રહેતા હતાં અને મજુરી કામ કરતા હતાં. ત્યારે તેમનાં બે વર્ષનાં પુત્ર રવિન્દ્ર ઉપર 3 કુતરા તુટી પડ્યાં હતાં. શરીરનાં ભાગે બચકા ભરી લીધા હતાં.આ હિંસક કુતરાઓએ બાળકને ફાડી નાખ્યો હતો. બાળકનાં શરીરેમાં ઠેરઠેર ઇજા પહોંચાડી હતી. નાના બાળક ઉપર કુતરાએ હુમલો કરતા બાળક લોહીલુહાણ થઇ ગયું હતું અને તાત્કાલીક બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યો હતો.
- Advertisement -
પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલા બાળકનું મોત નિપજ્યું હતું.