અગ્નિપથ યોજનાને લઇને એક તરફ વિવાદ હવે કાનુની રૂપ લઇ લીધુ છે. દેશના સર્વોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટમાં પણ અગ્નિપથ યોજનાને રોકવા માટે લઇને ત્રણ અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આજ રોજ સુપ્રિમ કોર્ટએ આ અરજીઓ પર પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, હવે આ યોજના સાથે જોડાયેલી તમામ અરજીની સુનાવણી દિલ્હી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
આ પહેલા સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અજીઓમાં આ યોજના પર રોક લગાવવાની માગણી કરવામાં આવી હતી. જયારે આ બાબતે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટ સામે કોઇ નિર્ણય સંભળાવતા પહેલા સરકારનો પક્ષ સાંભળવાની વિનંતી કરી હતી.
- Advertisement -
આ અરજી સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ, સૂર્યકાંત અને એ એસ બોપન્નાની 3 સભ્યોની ખંડપીઠ સામે આવી છે. આ ત્રણ સભ્યોની બેચએ આ ત્રણે અરજીઓ અને સરકારના પક્ષ સાથે જોડાયેલા કેસોની સુનાવણી કરી.
જયારે સુપ્રિમ કોર્ટમાં ત્રણ અરજીઓની સુનાવણી માટે રાખવામાં આવી છે.