કપાસમાં 10 ટકા વૃધ્ધિનો અંદાજ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ચોમાસાની અડધી સિઝન પૂરી થઇ ગઇ છે અને 57 ટકા વરસાદ થઇ ગયો છે. વરસાદનો પખવાડિયા લાંબો વિરામ પૂર્ણ થતાં હવે વાવેતરને વેગ મળવાનું સ્પષ્ટ છે છતાં અત્યાર સુધીની વાવેતરની સ્થિતિ ચકાસવામાં આવે તો મગફળીના વાવેતરમાં ઘટાડો થયો છે જ્યારે કપાસના વાવેતરમાં વૃધ્ધિ છે. 15 જુલાઇનાં આંકડાકીય રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં મગફળીના વાવેતરમાં 7.41 ટકાનો ઘટાડો થયો છે. 14.26 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે જે ગત વર્ષમાં 15.4 લાખ હેક્ટરમાં હતું.
- Advertisement -
જો કે આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, તામીલનાડુ, ઉતરપ્રદેશમાં મગફળીનું વાવેતર ઘટ્યું છે. સમગ્ર દેશમાં મગફળીના વાવેતરમાં સરેરાશ 2.8 ટકાનો ઘટાડો છે. બીજી તરફ કપાસના વાવેતરમાં વૃધ્ધિ છે અને સમગ્ર સિઝનમાં 10 ટકા વધુ વાવેતર થવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે 15મી જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં કપાસનું વાવેતર 6.44 ટકા વધીને 102.8 લાખ હેક્ટર થયું છે.