ઇંગ્લેન્ડ સામે વિરૂદ્ધ રવિવારે(17 જુલાઈ)અ રમાયેલી ત્રીજી વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ઋષભ પંત અને હાર્દિક પંડ્યાની કમાલથી ભારતને ભવ્ય જીત મળી છે.
ભારતે ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને વન-ડે શ્રેણી જીતી છે. મેનચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાને જીત માટે 260 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને મેળવી લીધો. આ જીત સાથે જ ભારતે વનડે સીરીઝ પર 2-1થી કબજો કરી લીધો છે. ભારતીય ટીમમાં ઋષભ પંત અને હાર્દિક પંડ્યા હીરો બનીને ઉભર્યા. પંતે શાનદાર 125 રનોની ઇનિંગ રમી. ત્યારે પંડ્યાએ ઓલરાઇન્ડર પ્રદર્શન કર્યું.
- Advertisement -
India win the series 2-1 🎉
Rishabh Pant scores a magnificent century, as the visitors win by five wickets in Manchester! #ENGvIND | Scorecard: https://t.co/xeNEqD0OeX pic.twitter.com/aTfjAiu7wV
— ICC (@ICC) July 17, 2022
- Advertisement -
ભારતનો ટૉપ ઑર્ડર થયો ધ્વસ્ત
બીજી મેચની જેમ આ મેચમાં પણ ભારતીય ટીમના ટૉપ-ઑર્ડર ફ્લૉપ રહ્યા. સૌથી પહેલા શિખર ધવન પવેલિયન ચાલ્યા ગયા. ધવન(1 રન)ને રીસ ટૉપ્લીએ જેસન રૉયના હાથે કેચ આઉટ કર્યો. ત્યારબાદ તુરંત કેપ્ટન રોહિત શર્મા પણ આઉટ થઇ ગયા. ચાર ચોગ્ગાની મદદથી 17 રન બનાવનારા રોહિતને પણ રીસ ટૉપ્લીએ પવેલિયન મોકલી દીધા.
2 વિકેટ ગુમાવ્યા બાદ વિરાટ કોહલીથી આશા વધી ગઇ હતી પરંતુ કોહલી પણ ટૉપ્લીની બૉલ પર જોસ બટલરને કેચ આપી બેઠા. કોહલીએ 22 બોલનો સામનો કરતા 17 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા સામેલ હતા. કોહલી આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ પણ 16 રન બનાવીને પવેલિયન પરત ફર્યા જેને લઇને ભારતનો સ્કોર 4 વિકેટ પર 72 રન પર પહોંચ્યો હતો.
An extra bonus for India after a thrilling series triumph over England.
Details 👇https://t.co/40EhChy9kH
— ICC (@ICC) July 18, 2022
પછી પંત-હાર્દિકે કર્યો કમાલ
72 રન પર ચાર વિકેટ પડ્યા બાદ ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ 133 રનોની ભાગીદારી કરી હાથમાંથી જતી મેચ બચાવી. હાર્દિકે 55 બોલમાં 71 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. ઋષભ પંત 113 બોલ પર 125 રન બનાવીને અણનમ રહ્યા. પંતે પોતાની ઇનિંગમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા. પંતની વનડે ઇન્ટરનેશનલની આ પહેલી સદી રહી. બન્નેની બેટિંગનું પરિણામ હતું કે ભારતે 47 બોલ બાકી રહેતા જ ટાર્ગેટ મેળવી લીધો.
હાર્દિકે ઝડપી 4 વિકેટ
આ સિવાય ક્રેગ ઓવરટને 32 અને લિયામ લિવિંગસ્ટોને 27 રનોનું યોગદાન આપ્યું. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી. ત્યારે યુજવેન્દ્ર ચહલે ત્રણ અને સિરાજે 2-2 વિકેટ ઝડપી.