રાજકોટમાં 30 કોરોના કેસ આવ્યાં
ફરી માસ્ક પહેરવું અનિવાર્ય
- Advertisement -
રાજકોટમાં કોરોના કહેર વધી રહ્યો છે, આ સંજોગોમાં જન્માષ્ટમીના તહેવારોમાં લોકો હરવા-ફરવા નીકળશે તો કોરોના ઘરે-ઘરે પ્રસરી શકે છે
ગુજરાતભરમાંથી લોકો લોકમેળામાં ઉમટી પડશે, મનપા તંત્ર નક્કર પગલા લે તે જરૂરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ફરીથી કોરોનાના કેસમાં ઉછાળો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સાતમ આઠમના તહેવારને ફક્ત એક મહિનાનો સમય બાકી રહ્યો છે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા લોકમેળા માટે ટેન્ડર પણ બહાર પાડી દીધું છે. ત્યારે ગઈકાલે શહેરમાં 30 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. શુક્રવારે કોરોનાના એક સાથે 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ કારણે એક્ટિવ કેસ સંખ્યા વધીને 91 થઈ ગઈ છે. સાંજના સમયે કેસની વિગતો આવતા મનપાની આરોગ્ય શાખા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કેસ હિસ્ટ્રી લેવા માટે દોડી ગઈ હતી.
- Advertisement -
છેલ્લા બે વર્ષથી કોરોનાની દહેશતના લીધે લોકમેળાનું આયોજન બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે ફરીથી દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થતા લોકોમાં ફરી કોરોના ફેલાવવાનો ડર સતાવી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાનું આયોજન પણ કરાયું છે. તહેવારોને માત્ર એક જ મહિનાનો સમય બાકી રહ્યો છે. ગુજરાતભરમાંથી લોકો રાજકોટ મેળો માણવા આવશે. શહેરની જનતા પણ બે ત્રણ દિવસ સુધી મેળાને પરિવાર સાથે મોજથી માણશે. ત્યારે પણ આટલા લોકો આવશે તો કોરોનાના કેસોમાં વધારો આવી શકે શક્યતા જણાઈ રહી છે. ત્યારે મનપા તંત્ર આ કેસને રોકવા કેવા પ્રકારના નિર્ણયો લે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
માસ્ક પહેરવાનું બંધ: લોકોમાં જાગૃતિ જરૂરી
કોરોનાના કેસ ઘટતા લોકોએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે અને તંત્રએ પણ માસ્કના નિયમોને હળવા કરી દીધા છે પરંતુ હવે ફરી કોરોનાના કેસો વધતા લાગી રહ્યું છે કે, લોકોએ જાગૃત થઈ ફરી
માસ્ક પહેરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવું જરૂરી છે.