ડબલ ઓલમ્પિક પદક વિજેતા પીવી સિંધુએ 32 મિનિટની સેમિફાઇનલ મેચમાં 21-15, 21-7 થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે
બેડમિન્ટન કાર્ટથી ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય શટલર પીવી સિંધુ જાપાની ખેલાડી કાવાકામીને હરાવીને સિંગાપોર ઓપન ફાઇનલમાં પંહોચી ગઈ છે. ડબલ ઓલમ્પિક પદક વિજેતા પીવી સિંધુએ 32 મિનિટની સેમિફાઇનલ મેચમાં 21-15, 21-7 થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તે હવે 2022 સીઝનના તેના પહેલા સુપર 500 ટાઇટલથી ફક્ત એક જીત દૂર છે. સિંધુ વર્ષ 2018માં ચાઇના ઓપનમાં છેલ્લી મેચ રમીને 2-0ના રેકોર્ડ સાથે પ્રવેશ કર્યો હતો.
- Advertisement -
PV Sindhu into the FINAL🔥
India's badminton queen defeats Saena Kawakami 21-15, 21-7 to advance to the women's singles final of the #SingaporeOpen2022
This will be her 1⃣st super 500 final of the year, 3⃣rd final overall in 2022!#Badminton 🏸 pic.twitter.com/WUi3fggBuB
- Advertisement -
— The Bridge (@the_bridge_in) July 16, 2022
ગઇકાલે શુક્રવારે પીવી સિંધુએ સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેમાં તેને ચીનની ખેલાડી હાન યુઈને હરાવી હતી. ગઈ કાલના મેચમાં 17 -21, 21-11, 21-19 થી માત આપી હતી. સાથે જ ભારતની સાયના નેહવાલને જાપાનની આયા ઓહોરી એ માત આપી હતી. આયા ઓહોરીની જીતથી સાયના નહેવાલ આ ટુર્નામેંટથી બહાર થઈ ગઈ હતી. જો કે સાયના નહેવાલ લગભગ 15 મહિના પછી કોઇ ટુર્નામેંટના ક્વાટર ફાઇનલ સુધી પંહોચી હતી.
બે વખતની ઓલમ્પિક મેડલિસ્ટ અને વિશ્વ રેન્કિંગમાં સાતમાં નંબરની ખેલાડી પીવી સિંધુ લગભગ બે મહિના પછી પહેલી વખત ફાઇનલમાં પંહોચી છે. એમને થાઈલેન્ડ ઓપનમાં સેમિફાઇનલ સુધી પંહોચીને હારનો સામનો કરવો પડ્યો હતો. હાલના ટુર્નામેંટમાં સિંધુ એકલી ભારતીય ખેલાડી બચી છે. જે ફાઇનલ્સમાં પંહોચી ગઈ છે.
🇮🇳🔥 GO FOR GOLD! #PVSindhu defeats Japan's Saena Kawakami 21-15, 21-7 to move into the final of #SingaporeOpen2022.
💥 This is her first final at a Super 500 event or better since World Tour Finals 2021.#SingaporeOpenSuper500 #BWF #BadmintonIndia #TeamIndia #Sportwalk pic.twitter.com/bDcVJlXfAe
— Sportwalk Media (@sportwalkmedia) July 16, 2022