દિલ્હીના અલીપુર વિસ્તારમાંથી મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં દિવાલ ધરાશાયી થતાં 6 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે.
દિલ્હીના અલીપુર વિસ્તારમાંથી મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં દિવાલ ધરાશાયી થતાં 6 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 10 લોકોને કાટમાળમાંથી જીવતા જ કાઢવામાં આવ્યા હતા, જોકે તેમને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સિવાય 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હોવાની માહિતી દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવી છે. આશંકા છે કે હજુ પણ ઘણા લોકો અંદર દબાયેલા હોઇ શકે છે જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
- Advertisement -
#UPDATE | 4 dead in Alipur wall collapse, confirms Delhi Police
— ANI (@ANI) July 15, 2022
- Advertisement -
દિલ્હીના અલીપુરમાં આવેલા એક ગોદામમાં શુક્રવારે દિવાલ પડી હતી. કહેવાય છે કે, આ દુર્ઘટનામાં 6 મજૂરોના મોત થયા છે. કેટલાય લોકો ફસાયા હોવાની આશંકા છે. કહેવાય છે કે, આ દુર્ઘટના સમયે ત્યાં 20થી 25 મજૂરો કામ કરી રહ્યા હતા.
કહેવાય છે કે, હાલમાં પણ કેટલાય લોકો અંદર દટાયા હોવાની આશંકા છે. પોલીસ પ્રશાસન રેસ્ક્યૂ અભિયાનમાં લાગી ગયું છે. હાલમાં 10 લોકોનું રેસ્ક્યૂ કરવામા આવ્યું છે. ઘાયલ લોકોને સારવાર અર્થે રાજા હરીશ ચંદ્ર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, ફરિયાદ મળવા છતાં પણ ડીએમ તથા એસડીએમ કાર્યાલય ગેરકાયદેસર ગોદામ બનતી અટકાવી શક્યા નહોતા.