મૃતકના પરિવારજનોને 4-4 લાખ, ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામની ફેક્ટરીમાં દીવાલ ધરાશાયી થવાથી 12 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ગોઝારી દુર્ઘટના અંગે પ્રધાનમંત્રીએ પણ સંવેદના વ્યક્ત કરી હતી તો સાથે મુખ્યમંત્રી પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પીડિત પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ સંવેદના વ્યક્ત કરી હતી તે દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત હળવદ મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય પરસોતમ સાબરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મામલતદાર એસ. એન. ભાટી, રજનીભાઈ સંઘાણી, રણછોડભાઈ દલવાડી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વલ્લભભાઇ પટેલ, તપનભાઇ દવે, ભાવેશભાઇ ઠક્કર સહિતનાઓએ હાજર રહી પીડિત પરિવારોને સહાયના ચેક અર્પણ કર્યા હતા જેમાં મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર એમ કુલ 49 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
હળવદ દુર્ઘટનાના મૃતકોમાં રમેશભાઈ નરશીભાઈ પીરાણા, કાજલબેન રમેશભાઈ પીરાણા, દક્ષાબેન રમેશભાઈ કોળી, શ્યામભાઈ રમેશભાઈ કોળી, રમેશભાઈ મેઘાભાઈ કોળી, ડાયાભાઈ નાગજીભાઈ ભરવાડ, દીપકભાઈ દિલીપભાઈ કોળી, રાજેશભાઈ જેરામભાઈ મકવાણા,દિલીપભાઈ રમેશભાઈ કોળી,શીતલબેન દિલીપભાઈ કોળી,રાજીબેન ડાયાભાઈ ભરવાડ અને દેવીબેન ડાયાભાઈ ભરવાડ એમ 12 મૃતકોના પરિવારને 4-4 લાખની સહાય તેમજ ઈજાગ્રસ્ત સંજયભાઈ રમેશભાઈ કોળી અને આશાબેન ડાયાભાઈ ભરવાડને રૂ. 50-50 હજારની સહાયના ચેક અર્પણ કરવામાં આવી હતી.