અદાણી ગ્રૂપ અને વોડાફોન આઈડિયા પણ હરાજીની પ્રક્રિયામાં ભાગ લેશે
આગામી સમયમાં ફાઇવ જી સ્પેક્ટ્રમ માટે બે. બેન્ડની હરાજીની પ્રક્રિયા શરૂ થવાની છે અને તેમાં મોટા માથા ભાગ લેવાના છે અને આ હરાજીથી રૂપિયા એક ટ્રિલિયન એકત્ર થવાની સંભાવના છે અને આ મુજબનો અંદાજ બાંધવામાં આવ્યો છે.આ મેગા હરાજીમાં અદાણી ગ્રૂપ તેમજ વોડાફોન આઈડિયા પણ ભાગ લેવાના છે અને અહેવાલમાં જણાવ્યા મુજબ રિલાયન્સ જીઓ તેમજ ભારતી એરટેલ ભેગા મળીને રૂપિયા 62000 થી 80 હજાર કરોડ ખર્ચ કરશે તેવી સંભાવના છે.
- Advertisement -
હરાજી માટેની રૂપરેખા ઘડવામાં આવી રહી છે અને તેના નિયમો પણ નક્કી કરી દેવામાં આવ્યા છે અને હરાજીમાં મોટા માથા ભાગ લેવાના છે ત્યારે અબજો રૂપિયાનો ખેલ થવાનો છે. અદાણી ગ્રુપ અને વોડાફોન આઈડિયા દ્વારા પણ હજારો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અને એ લોકો હરાજીમાં ભારે જંગી સ્પર્ધા કરાવશે તેમ માનવામાં આવે છે.