કચ્છ જિલ્લામાં છેલ્લા 4 દિવસોથી સતત વરસી રહેવા વરસાદના કારણે કચ્છમાં સીઝનનો 80 ટકા વરસાદ ખાબક્યો છે.
કચ્છ જિલ્લામાં છેલ્લા 4 દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને કચ્છમાં સીઝનનો 80 ટકા વરસાદ ખાબક્યો છે. એમાં પણ વાત કરીએ લખપતની તો ત્યાં સીઝનના પડતા વરસાદ કરતાં દોઢ ગણો વધુ એટલે કે 148 ટકા વરસાદ પડ્યો છે. તેમજ માંડવીમાં 118 ટકા તેમજ મુંદ્રામાં 124 ટકા વરસાદ વરસી ચૂકયો છે. ગઈકાલે પણ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો.
- Advertisement -
સાગર ડેમ ઓવરફ્લો થતાં આસપાસનાં ગામોમાં એલર્ટ
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મહેરબાન થતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા તેમજ ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે, ભુજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બીજી તરફ ભારે વરસાદના કારણે માંડવીનો વિજય સાગર ડેમ ઓવરફ્લો થતાં આસપાસનાં ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું.તો આ તરફ નખત્રાણા અને માંડવીમાં જળ ભરાવાથી સ્થિતિ વણસી છે.
- Advertisement -
કચ્છના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે કચ્છના પશ્ચિમ વિભાગમાં હવે અતિવૃષ્ટિ સર્જાઈ રહી છે. નખત્રાણા અને માંડવીના ડેમ અને નદીઓ બે કાંઠે વહી નીકળતાં અનેક ગામોમાં સાવચેતી માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ભુજ શહેરમાં પણ સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. કચ્છના જિલ્લા કલેક્ટરે પાણી ધરાવતા પર્યટન સ્થળે જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. તો બીજી તરફ પૂર્વ કચ્છના ગાંધીધામ અને અંજાર તાલુકામાં એકધારો વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
કચ્છમાં જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ
છેલ્લા ચાર દિવસથી પડેલા વરસાદને પગલે સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો છે. કચ્છમાં છેલ્લા અઠવાડિયાના વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં 80 ટકા વરસાદ વરસી ચૂકયો છે. તેમાં લખપતમાં તો સીઝનના પડતા વરસાદ કરતાં દોઢ ગણો વધુ એટલે કે 148 ટકા અને માંડવીમાં 118 ટકા તેમજ મુંદ્રામાં 124 ટકા વરસાદ વરસી ચૂકયો છે. કચ્છની વાત કરીએ તો સવારે છથી બપોરે 12 વાગ્યાના ચાર કલાકમાં અંજારમાં 167 મિમી- સાડાછ ઇંચ, ગાંધીધામમાં 145 મિમી-આશરે છ ઇંચ, ભુજમાં સાડાત્રણ ઇંચ, નખત્રાણામાં બે ઇંચ, માંડવીમાં સવા બે ઇંચ, અબડાસામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.
કચ્છમાં ભારે વરસાદથી જળાશય છલકાયા
કચ્છ જિલ્લામાં છેલ્લા 4 દિવસોથી સતત એકધારો પડી રહેલા વરસાદના કારણે કચ્છના જળાશયોમાં સારી એવી પાણીની આવક થવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યમ સિંચાઈના 13 ડેમમાં પાણીની સારી આવક થઈ છે. જ્યારે નાની સિંચાઈના 89 ડેમ થયા ઓવરફલો થયા છે. ઉલ્લેખનીય છે કે, જળાશયોમાં પાણીની આવકથી ખેડૂતોને થશો ફાયદો