ખાસ-ખબર સંવાદદાતા
મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમને શહેરના મહેન્દ્રડ્રાઈવ રોડ પરથી 9 વર્ષની બાળકી એકલી અટૂલી મળી આવી હતી જે બાદ એ ડિવિઝન પોલીસ ટીમે કાઉન્સેલિંગ કરી તમામ વિગતો મેળવીને બાળકીનું પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું.
મહિલોઓની સુરક્ષા તેમજ એકલવાયુ જીવન જીવતા સીનીયર સીટીઝનની મદદ માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જઇંઊ ઝઊઅખની રચના કરવામાં આવી છે જે અનુસંધાને પીઆઈ એમ.પી.પંડ્યાની સુચનાથી જઇંઊ ઝઊઅખ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ટીમને મોરબીના મહેન્દ્રડ્રાઈવ રોડ પર ગોલા બજારમાંથી એક નાની બાળકી એકલી મળી આવી હતી ત્યારબાદ બાળકીને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરી હતી અને મહિલા સ્ટાફ દ્વારા પ્રેમપૂર્વક સમજાવી તેના નામ અને પરિવાર વિશે પુછપરછ કરવામાં હતી જેમાં બાળકીએ પોતાનું નામ સોનમબેન રામભાઈ નિનામા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત બાળકી મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સરદારપુર તાલુકાની વતની છે અને તેના માતા પિતા મોરબી ખાતે રહેતા હોય જયારે બાળકીના દાદી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેકના કારખાનામાં રહેતા હોય ત્યાં જવું હોવાથી તે ઘરેથી એકલી નીકળી ગયેલ હોય જેથી તેના માતા-પિતા તથા દાદીનો સંપર્ક કરી પોલીસે અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેકના કારખાનામાં જઈ તેના પરીવાર સાથે પુન: મિલન કરાવી બાળકીને તેના માતા-પિતા તથા દાદીને સોંપી આપી હતી.