ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંકનાં પૂર્વ ચેેરમેન ડોલરભાઇ કોટેચાએ રાજયમાં સહકારી ક્ષેત્રે અનેક હોદા ઉપર કામ કર્યું છે. તેમજ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક ખેતી બેંકનાં ચેરમેન પદે પણ કામ કરી રહ્યાં છે. ત્યારે નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહાકાર મંત્રી અમિતભાઇ શાહ, ગુજરાતનાં ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરણાથી સહકારનાં સફળ નેતૃત્વ માટે ડોલરભાઇ કોટેચાની નેશનલ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચરએન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકસ ફેડરેશન લી. ન્યુ દિલ્હીનાં ચેરમેન પદે પસંદગી કરવામાં આવી હતી અને બિનહરીફ ચુંટાયા હતાં.
નેશનલ કો-ઓપરેટીવ એગ્રિકલ્ચર બેંકનાં ચેરમેને પદે ડોલરભાઇ બિનહરીફ
