ખાસ વાત એ છે કે રણવીર સિંહે જે એપાર્ટમેંટમાં ઘર ખરીદ્યું છે એ એપાર્ટમેંટ શાહરુખ ખાનના મન્નત અને સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેંટની વચ્ચે પડે છે.
બૉલીવુડના પોપ્યુલર અને પાવર કપલ કહેવાતા રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ જલ્દી જ શાહરુખ અને સલમાન ખાનના પાડોશી બનવા જઈ રહ્યા છે. રણવીર સિંહે સાગર રેશમ રેજડેન્શિયલ ટાવરમાં એક આલીશાન એપાર્ટમેંટ ખરીદ્યો છે. એ એપાર્ટમેંટ દ્વારા એમને બેન્ડસ્ટેન્ડથઈ અરેબિયન દરિયાનો સુંદર નજારો જોવા મળશે. રણવીર અને દિપીકાનું નવું ઘર કેવું હશે, કેટલામાં ખરીદ્યું છે એ વિશે અમે તમને જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
રણવીર-દિપીકાનું નવું ઘર
રણવીર સિંહે હાલમાં જ એક નવું ઘર ખરીદ્યું છે. જો કે હાલ આ એપાર્ટમેંટ અંડર કંસ્ટ્રશન છે. એમને જે એપાર્ટમેંટમાં ઘર ખરીદ્યું છે ત્યાંથી ખૂબ જ સુંદર દરિયાનો નજારો જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર એમને આ ઘર 119 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. એમનું આ નવું ઘર દેશના સૌથી મોંઘા ઘરના સોદામાંથી એક ગણવામાં આવે છે.
View this post on Instagram
ખાસ વાત એ છે કે રણવીર સિંહે જે એપાર્ટમેંટમાં ઘર ખરીદ્યું છે એ એપાર્ટમેંટ શાહરુખ ખાનના મન્નત અને સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેંટની વચ્ચે પડે છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે એમનો એપાર્ટમેંટ ટાવરના 16,17,18 અને 19માં માળ પર સ્થિત છે અને તે કુલ 11,266 ચોરસફૂટમાં આવેલ છે. રણવીર સિંહને ઘર સાથે 19 પાર્કિંગ એરિયા અલોટ કરવામાં આવ્યા છે.
ઘણી મોંઘી પ્રોપટીના માલિક છે રણવીર સિંહ
તમને જણાવી દઈએ કે રણવીરે આ ઘર 119 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે અને એ એરિયામાં એક ચોરસફૂટની કિંમત 1 લાખ રૂપિયા છે. રણવીરે આ ઘરની સ્ટેમ ડયુટી 7.13 કરોડ રૂપિયા ભરી છે. એક્ટરના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ રણવીર જયેશભાઈ જોરદાર ફિલ્મમાં નજર આવ્યા હતા. સાથ જ એમનો બીયર ગ્રીલસ સાથે men vs wild નો એક એપિસોડ હાલ જ બહાર પડ્યો છે. રણવીરની આવનાર ફિલ્મ રોહિત શેટ્ટીની સર્કસ હશે સાથે જ કરણ જોહરની રોકી અને રાનીની પ્રેમ કહાની પણ જલ્દી જ રિલિજ થવા જઈ રહી છે.
View this post on Instagram