અમદાવાદ સાયબર સેલની મદદથી દેશની 80 સરકારી વેબસાઇટ સુરક્ષિત બની
અધિકારીઓએ બંને દેશોની સરકારને પત્ર લખીને રજૂઆત કરી
ખાસ-ખબર સંવાદદાતા
મોહમ્મદ પૈગમ્બર સાહેબ અંગે નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન પછી મલેશિયા-ઈન્ડોનેશિયાના મુસ્લિમ હેકર્સના બે ગ્રુપ સક્રિય થયા હતા. આ હેકર્સે ભારતની બે હજાર વેબસાઈટ પર સાઈબર એટેક કર્યો હતો. નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન પછી હેકર્સે ભારતની કંપનીઓ સામે રીતસર સાઈબર વોર શરૂ કર્યું છે.
- Advertisement -
બે હેકર્સ ગ્રુપના હેકર્સે દુનિયાના તમામ મુસ્લિમ સાયબર હેકર્સની ઉશ્કેરણી કરીને ભારતની કંપનીઓ પર સૌથી મોટો સાયબર એટેક કરીને સાયબર વોર શરૂ કરવાનું કહ્યું હતું. જેમાં મલેશિયાની ડ્રેગ્રન ફોર્સ અને ઇન્ડોનેશિયાના હેક્ટીવિસ્ટ હેકર્સ ગ્રુપ દ્વારા ભારતની બે હજાર જેટલી કંપનીઓ પર સાયબર એેટેક કરાયાનો દાવો કરાયો છે.
જોકે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલે આ મામલે સક્રિય થઇને ભારતની 80 જેટલી સૌથી મહત્વની સરકારી વેબસાઇટ તેમજ ઇન્ડોનેશિયા અને મલેશિયાની 170 જેટલી કંપનીઓમાં શંકાસ્પદ પી વન કેટેગરીનો સૌથી જોખમી બગ્સ શોધી કાઢીને સુરક્ષિત બનાવવા રિપોર્ટ કર્યો છે.
મલેશિયા સ્થિત ડ્રેગન ફોર્સ અને ઇન્ડોનેશિયાના હેક્ટીવિસ્ટ હેકર્સ ગ્રુપ દ્વારા ભારતની સરકારી અને ખાનગી કંપનીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક કરવા માટે ઉશ્કેરણી કરવામાં આવી હતી.જેના પગલે મોટા પ્રમાણમાં હેકર્સે બંને ગ્રુપ સાથે મળીને ભારતની બે હજાર જેટલી કંપનીઓ પર સાયબર એટેક કરાયાનો દાવો કરાયો હતો. જેમાં કેટલાક આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, પોલીસ વિભાગ અને ડીસ ટીવીની વેબસાઇટ અને કેટલીક સરકારી કંપનીના ડેટા પણ હેક કરાયાના પુરાવા પણ આપ્યા હતા.