દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક પોતાના બિઝનેસની સાથે પોતાની અંગત જીંદગીને લઇને પણ ચર્ચામાં છે. આ વખતે ટેસ્લા સીઇઓ એલોન મસ્કને લઇને એખ દાવો કરવામાં આવ્યો છે કે, તેઓ પોતાની જ કંપનીના મોટા અધિકારીની સાથે જુડવા બાળકોને જન્મ આપ્યો છે.
તેમણે ગયા વર્ષ નવેમ્બર 2021માં શિવોન જિલિસની સાથે 2 જુડવા બાળકોને જન્મ આપ્યો છે. શિવોન જિલિસ ટેસ્લાની મોટી અધિકારી છે.
- Advertisement -
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એલન મસ્ક અને શિવોન જિલિસએ એપ્રિલમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે બંન્નેએ બાળકોના નામની પાછળ પિતાનું નામ અને વચ્ચે માતાનું નામ જોડવામાં આવે. આ અરજી કારણે એલન મસ્કના જુડવા બાળકોની વાત સામે આવી.
કોણ છે શિવોન જિલિસ
શિવોન જિલિસ ટેસ્લાના મુખ્ય અધિકારી અને ન્યૂરાલિંકના ડાયરેક્ટર ઓફ ઓપરેશન એન્ડ સ્પેશ્યલ પ્રોજેક્ટર છે. ન્યૂરાલિંકની સ્થાપના એલન મસ્કએ વર્ષ 2016માં કરી છે અને તેમના ચેરમેન પણ છે. લિંકટ ઇનમાં તેમની પ્રોફાઇલ અનુસાર, 36 વર્ષીય જિલિસાનો જન્મ કેનેડામાં થયો છે અને તેમણે ઇકોનોમિક્સ અને ફિલોસોફીની ડીગ્રી યેલ યુનિવર્સિટીમાંથી મેળવી છે. જયારે તેઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સમાં બોર્ડ મેમ્બર પણ રહી ચુક્યા છે.
9 બાળકોના પિતા બન્યા એલન મસ્ક
શિવોન જિલિસની સાથે જુડવા બાળકોના સમાચાર સાથે એલન મસ્ક 9 બાળકોના પિતા બની ગયા. મસ્કના 2 બાળકો કનાડાઇ સિંગર ગ્રાઇમ્સ અને 5 બાળકો તેમની પૂર્વ પત્નિ કનાડાઇ લેખિકા જસ્ટિન વિલ્સનની સાથે થયા છે.