મહારાષ્ટ્રમાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન વિપક્ષ દરમિયાન જે હોબાળો થયો હતો, તેને લઈને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે વળતો જવાબ આપ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસમત જીત્યા બાદ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ અઘાડી ગઠબંધન પર મોટો પ્રહાર કર્યો હતો. તેમણે એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે, વોટિંગ દરમિયાન ED-EDના નારા લગાવામાં આવી રહ્યા હતા. વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, હા મહારાષ્ટ્રમાં ઈડીની મદદથી જ સરકાર બની છે. E- એકનાથ શિંદે અને D- દેવેન્દ્ર ફડણવીસ.
- Advertisement -
But we will take a cabinet meet and reaffirm the renamings decided by the last cabinet meet of the last government: Maharashtra Deputy CM Devendra Fadnavis pic.twitter.com/TjNuc1MseM
— ANI (@ANI) July 4, 2022
- Advertisement -
આપને જણાવી દઈએ કે, એકનાથ શિંદેએ આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. તેમના સમર્થનમાં 164 વોટ પડ્યા હતા. તો વળી શિંદેના વિરોધમાાં 99 વોટ પડ્યા હતા. મહારાષ્ટ્રમાં વિધાનસભામાં વોટિંગ દરમિયાન હોબાળો પણ થયો હતો. અહીં ધારાસભ્ય પ્રતાપ સરનાયકે શિંદે સરકારના સપોર્ટમાં વોટ કર્યો ત્યારે ઉદ્ધવ જૂથ તરફથી ED-EDના નારા લગાવામાં આવ્યા હતા. તેના પર દેવેન્દ્ર ફડણવીસે વળતો જવાબ આપ્યો હતો.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવું પણ કહ્યું હતું કે, મેં કહ્યુ હતું કે, હું પાછો આવીશ, પણ મેં આવું કહ્યું તો લોકોએ મારી મજાક ઉડાવી. હું પાછો આવ્યો છું અને એકનાથ શિંદેને પણ લાવ્યો છું. હું એ લોકો સામે બદલો લઈશ નહીં, જેમણે મારી મજાક ઉડાવી છે.
Whatever decisions were taken in the last cabinet, about renaming, we will uphold those decisions as we're of the same view. We'll have to re-affirm those decisions as last cabinet wasn't as per rules as Governor had already asked the govt to face floor test: Maharashtra Dy CM pic.twitter.com/MgQdr7qWll
— ANI (@ANI) July 4, 2022
દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું કે, 2019માં તેમના ગઠબંધનને સરકાર બનાવાના નંબર મળ્યા હતા, પણ તેમને સત્તાથી દૂર રાખવામાં આવ્યા, પણ હવે એકનાથ શિંદે સાથે અમે ફરી વાર શિવસેનાની સાથે સરકાર બનાવી છે. એક સાચ્ચા શિવસૈનિકને સીએમ બનાવ્યા છે. પાર્ટી કમાન્ડના કહેવા પર મેં ડેપ્યુટી સીએમનું પદ સંભાળ્યું છે.