બે વર્ષ બાદ જગતનાં નાથ ફરી નગરચર્યાએ નીકળતાં ભગવાનનાં દર્શન કરવા ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદમાં બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બલરામ અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાનની નગરચર્યાને પગલે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં આજે જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. મંગળા આરતી બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્ર ઝા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાઘડી પહેરાવી હતી. અમિત શાહની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરે પહોંચ્યા છે. જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું છે.
- Advertisement -
મુખ્યમંત્રી હતા ત્યારની પરંપરા જાળવી રાખતાં ઙખ મોદી, પ્રસાદ મોકલ્યો
વડાપ્રધાન બન્યા બાદ પણ નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી હતા ત્યારની પરંપરા જાળવી રાખી છે. તેઓએ ગઈકાલે જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલ્યો હતો. વડાપ્રધા નરેન્દ્ર મોદીએ દિલ્હીથી મોકલાવેલો પ્રસાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને ધરાવવામાં આવ્યો હતો. પ્રસાદમાં મગ, જાંબુ, કેરી સહિતની વાનગીઓ રાખવામાં આવી હતી.