આગામી 4 દિવસમાં થશે જળબંબાકાર
ખાસ-ખબર સંવાદદાતા
આગામી 2 દિવસ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે. એ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Advertisement -
1 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પડશે અને 1 જુલાઈ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે.