ઉદયપુરમાં ગત રોજ થયેલા મર્ડરમાં પોસ્ટમોર્ટમ બાદ ડેડબોડી પરિવારને સોંપી દેવામા આવી છે. જે બાદ તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે. જેના પરથી જાણી શકાય છે કે કેવી ક્રૂરતા સાથે આ હત્યા કરી દેવામાં આવી છે.
- Advertisement -
રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનના કારણે મર્ડરની ઘટના ઘટી ગઈ. કનૈયાલાલની મૃતદેહનું રાજકીય એમબી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ ડેડબોડી પરિવારને સોંપી દેવામા આવી હતી. જ્યાં તેમના ઘર પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સૂત્રોચ્ચારની વચ્ચે પરિજનોનો ચિત્કારથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. આ તમામની વચ્ચે સામે આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હુમલાખોરોની ક્રૂરતા સામે આવી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, હત્યારાઓએ ધારદાર હથિયારથી કનૈયા પર 26 ઘા માર્યા હતા, તેમના શરીર પર 13 કટ લાગેલા હતા. તેમાંથી મોટા ભાગના ગળાની આસપાસ હતા. કહેવાય છે કે, ગળાને શરીરથી અલગ કરવાની પુરેપુરી કોશિશ કરી હતી.
#WATCH | Rajasthan: Mortal remains of Kanhaiya Lal, who was killed yesterday by two men in Udaipur's Maldas street area, reach his native place in Udaipur pic.twitter.com/O7YYph9YK6
- Advertisement -
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 29, 2022
પોસ્ટમોર્ટમ બાદ કનૈયાની લાશ ઘરે પહોંચી તો, લોકોએ કનૈયા અમર રહો, હત્યારાઓનો ફાંસી આપો, જેવા નારા પણ લગાવ્યા હતા. પરિવારના લોકોએ પણ જીવના બદલે જીવ લેવાની માગ કરી છે. કનૈયાની બહેન રડતા રડતા કહે છે કે, જેવી રીતે મારા ભાઈને કાપી નાખ્યો, તેવી જ રીતે દોષિતોને પણ કાપી નાખો. ભીડે પોલીસ વિરુદ્ધ પણ નારા લગાવ્યા હતા.
https://twitter.com/ANI_MP_CG_RJ/status/1542038114264174592/photo/2
અહીં ઉલ્લેખનીય છે કે, નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટથી ઉશ્કેરાયેલા કટ્ટરપંથીઓએ કનૈયાલાલને ધમકી આપી હતી અને તેની હત્યા કરવાની જાહેરાત કરી હતી. મહોમ્મદ રિયાઝ અને ગૌસ મહોમ્મદ નામના શખ્સે મંગળવારે સાંજે કનૈયાની કરપીણ હત્યા કરી નાખી હતી. હુમલાખોરોની આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. બંને આરોપીઓને રાજસમંદમાંથી ધરપકડ કરવામાં આવી છે.