ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા સહિતનાં હાજર રહ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી અને પૂર્વ મંત્રી હાલ ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના સભ્ય હરેશભાઈ ઠુંમર, સરપંચ, ભાજપ પરિવાર, અન્ય વેપારી અગ્રણીઓ, પૂજારા ટેલિકોમ મેંદરડા વતી અશ્ર્વિનભાઈ મેહતા, મોટી સંખ્યામાં ગ્રામજનો, શિક્ષક હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે યોગેશભાઈ પૂજારા વતી મેંદરડા પૂજારા ટેલિકોમ દ્વારા નવા પ્રવેશ કરતા તમામ વિદ્યાર્થીઓ હેતુલક્ષી અને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી સુંદર કિટનું વિના મૂલ્યે અર્પણ કરવામાં આવી હતી. સમાજમાં પૂજારા ટેલિકોમની એક નવી જ છાપ સ્થાપિત કરી છે. પૂજારા ટેલિકોમ હંમેશા સમાજ ન દરેક અવસરમાં સાથે જ છે.અને સમગ્ર સમજે પૂજારા ટેલિકોમનો આભાર માન્યો હતો.