મનપા કમિશનર અમિત અરોરાના કાર્યકાળને રાજકોટમાં એક વર્ષ પૂર્ણ
કમિશનરે અનેક વિકાસ કાર્યોને આગળ ધપાવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરાના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. શહેરના વિકાસ કામોને કમિશનર અમિત અરોરા એક નવી ઉંચાઈ પર લઈ ગયા છે. શહેરમાં અનેક પ્રોજેક્ટના કામોને ગતિ દેવામાં અમિત અરોરાનો સિંહફાળો રહ્યો છે અને અમિત અરોરાનું કહેવું છે કે મને રાજકોટમાં કામ કરવાની ખૂબ જ મજા આવે છે, સાથે અહીંના લોકો પણ ખૂબ પ્રેમાળ છે. કમિશનરએ 90થી વધુ સાઈટ વિઝિટ, સ્લમ્સમાં કુલ 57 સ્થળોએ દીનદયાલ ઉપાધ્યાય ક્લિનિક શરૂ કરાયા, ‘રામ વન’ અર્બન ફોરેસ્ટનું કામ પૂર્ણ થવાની તૈયારી, લક્ષ્મીનગર અન્ડરબ્રિજ (સીડીએસ બીપીન રાવત અન્ડરબ્રીજ)નું લોકાર્પણ અને 5 ઓવરબ્રિજનું કામ ગતિમાં, સ્માર્ટ સિટી એરીયામાં લાઈટહાઉસ પ્રોજેક્ટ ગતિમાં, નાણાંકીય વર્ષ 2021-2022માં ઓલ ટાઈમ હાઈ ટેક્સ વસૂલાત, સૌ પ્રથમ વાર ઓનલાઈન કલેકશનનો આંકડો 100 કરોડને પાર તથા ત્રણેય ઝોનમાં વન વીક ઝુંબેશની કામગીરી, વોર્ડ ઓફિસની મુલાકાતો અને વિવિધ કામગીરીની સમીક્ષા, અટલ સરોવર સેન્ટર પ્રાઈઝ જીઆઈએસ સિસ્ટમ અને અંડર ગ્રાઉન્ડ યુટિલીટીનો સર્વે, ઈઆરપી, ડીજીટલ હાઇવે પ્રોજેકટ સીટી વાઈટ ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક, રામવન, નાણાકીય વર્ષ 2021-22માં ઓલ ટાઈમ હાઈ ટેક્સની વસૂલાત, મનપાના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર ઓનલાઈન કલેકશનનો આંકડો 100 કરોડને પાર તેમજ સૌથી મહત્ત્વનું માધાપર ચોકડીથી એઈમ્સ હોસ્પિટલ સુધી સિટી બસનો પ્રારંભ, આર.એમ.સી. ઓન વોટ્સએપ સેવાનું લોન્ચિંગ સહિતના અનેક વિકાસના કાર્યો આગળ ધપાવ્યા છે જેનો રાજકોટવાસીઓને ગર્વ છે.



