USGSના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ભૂકંપે અફઘાનિસ્તાનમાં ભયંકર તબાહી મચાવી છે. સવારમાં આવેલા આ ભૂકંપમાં ત્યાં 130 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે.
ભૂકંપના આ આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી.
યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) ના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું. ભૂકંપની મહત્તમ તીવ્રતા હજુ સુધી નક્કી નથી થઈ શકી. જોકે, રિક્ટર સ્કેલ પર 7.0 અથવા તેનાથી વધુના તીવ્રતા વાળા ભૂકંપને સામાન્યથી ખતરનાક માનવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં આવેલો આ ભૂકંપ તેનાથી થોડી જ ઓછી તીવ્રતા વાળો હતો. પાકિસ્તાનના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા અહેવાલ પ્રમાણે ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ સહિત બાકી શહેરોમાં પણ અનુભવાયા હતા.
સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની ચર્ચા કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે, ભૂકંપના આ આંચકા થોડી સેક્ધડો માટે અનુભવાયા હતા. પરંતુ તેનાથી ડરીને લોકો નાસીપાસ થઈ ગયા હતા.
- Advertisement -
આ અગાઉ શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારે ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, અને મુલતાનમાં આ આંચકા અનુભવાયા હતા. આ આંચકા ફૈસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકાંડીમાં પણ
અનુભવાયા હતા.
પાકિસ્તાનના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
પાકિસ્તાની મીડિયા અનુસાર, ભૂકંપના આંચકા ઈસ્લામાબાદ સહિત અન્ય શહેરોમાં પણ અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપ વિશે વાત કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે ભૂકંપના આ આંચકા થોડી સેક્ધડ માટે અનુભવાયા હતા. પરંતુ તેના કારણે લોકો ડરના માર્યા અહીં-ત્યાં ભાગવા લાગ્યા.