ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી યોગ દિવસની ઉજવણી કરવા કર્ણાટકના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ પહોંચ્યા છે. તેમણે લગભગ 15,000 લોકો સાથે યોગ કર્યો હતો. ઙખ મોદીએ તાડાસન, ત્રિકોણાસન, ભદ્રાસન જેવાડ્ઢ આસનોથી યોગની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે યોગ હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ ફક્ત જીવનનો એક ભાગ નથી, જીવનનો એક માર્ગ બની ગયો છે.
આ પ્રસંગે મોદીએ કહ્યું હતું- ’આજે યોગ માનવજાતને સ્વસ્થ જીવનનો વિશ્વાસ આપી રહ્યો છે. આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે થોડાં વર્ષો પહેલાં આધ્યાત્મિક કેન્દ્રોમાં યોગની જે તસવીરો જોવા મળતી હતી એ હવે દુનિયાના ખૂણે ખૂણે દેખાઈ રહી છે. આ સામાન્ય માનવતાનાં ચિત્રો છે. એ વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ માત્ર એક વ્યક્તિ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવતા માટે છે, તેથી આ વખતે થીમ છે યોગ ફોર હ્યુમેનિટી.
- Advertisement -
તેમણે વધુમાં કહ્યું- ’યોગને વિશ્વમાં લઈ જવા માટે હું સંયુક્ત રાષ્ટ્રનો આભાર માનું છું. મિત્રો, આપણા ઋષિ-મુનિઓએ યોગ માટે કહ્યું છે – યોગ આપણને શાંતિ આપે છે. એ આપણા દેશ અને વિશ્વમાં શાંતિ લાવે છે. આ આખું વિશ્વ આપણા શરીરમાં છે. એ બધું જીવંત બનાવે છે. યોગ આપણને સજાગ, સ્પર્ધાત્મક બનાવે છે. એ લોકો અને દેશોને જોડે છે. આ આપણા બધા માટે સમસ્યાનું સમાધાન બની શકે છે.
રાજભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીમાં ભાગ લેતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
- Advertisement -
શાશ્ર્વત સુખ અને શાંતિની અનુભૂતિ યોગ વિના શક્ય નથી- રાજ્યપાલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજભવન ખાતે યોગ, પ્રાણાયમ અને આસન પ્રસ્તુત કરીને યોગને જીવનનો નિત્યક્રમ બનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ જણાવ્યું હતું કે શાશ્ર્વત સુખ અને શાંતિની અનુભૂતિ યોગ વિના શક્ય નથી. રાજભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિને ગાંધીનગરના દિવ્ય જીવન સંઘના ઉપાધ્યક્ષ અને જાણીતા યોગ અને વેલનેસ કોચ અશ્ર્વિનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે મહર્ષિ પતંજલિએ યોગસૂત્રનું નિર્માણ કરીને સમસ્ત વિશ્ર્વના કલ્યાણ માટે યોગ વિદ્યાને વિશ્ર્વના ચરણે ધરી હતી જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંનિષ્ઠ પ્રયાસને કારણે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 21મી જૂનના દિવસને વિશ્ર્વ યોગ દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. જેના કારણે માનવ કલ્યાણના ઉદ્દાત ધ્યેય સાથે ભારતના ઋષિમુનિઓ દ્વારા નિર્મિત યોગ વિદ્યાને વૈશ્વિક મહત્વ મળ્યું છે.
વિશ્ર્વ યોગ દિને પ્રત્યેક નાગરિક યોગને જીવનનો નિત્યક્રમ બનાવી નિયમિત યોગ, પ્રાણાયામ અને આસનો દ્વારા શરીર, મનને સ્વસ્થ રાખવા સંકલ્પબદ્ધ બને તેવો અનુરોધ પણ રાજ્યપાલે આ તકે કર્યો હતો.