જયેશ રાદડિયા વિરૂદ્ધ ભાજપનાં જ નીતિન ઢાંકેચાએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી
ખાસ-ખબર સંવાદદાતા
પૂર્વ ઈખ વિજય રૂપાણીની સરકારમાં પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રહેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ જિલ્લા ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા છે. છેલ્લા 3 મહિનાથી રાજકોટના સહકારી જગતનો જૂથવાદ ચાલી રહ્યો છે. સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ સિનિયર આગેવાને રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ પત્ર લખ્યો હતો અને તેમાં જયેશ રાદડિયા પર રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતીકૌભાંડ અને ગોલમાલ અંગે રજૂઆત કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન હતા હવે હરીફ જૂથ કોર્ટના શરણે ગયું હોય તેમ નીતિન ઢાંકેચાએ જયેશ રાદડિયા વિરુદ્ધ હાઇકોર્ટમાં રીટ દાખલ કરી છે. આ અંગે નીતિન ઢાંકેચાએ મીડિયાને જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ તરફ થી કોઈ જ મધ્યસ્થી કરવામાં આવી નથી, અમારી આશા છે કે, સરકાર અમારા તરફી ચુકાદો આપશે. ભરતી કૌભાંડમાં ન્યાય મળે તેવી અમારી માંગણી છે જયારે હરદેવસિંહ જાડેજએ જણાવ્યું હતું કે, 5 જુલાઈના જવાબ આપવા કોર્ટે આદેશ કર્યો, પ્રદેશ ભાજપ દ્વારા મધ્યસ્થી કરાવવામાં આવશે તો અમે કરવા તૈયાર છીએ.
- Advertisement -
કોર્ટમાં અઢી ડઝનથી વધુ મુદ્દાઓ રજૂ કર્યા
આ રિટને પગલે કોર્ટ દ્વારા સ્ટેટ રજીસ્ટ્રાર, નાબાર્ડ, રાજકોટ ડિસ્ટ્રીક બેંક અને સહકાર સચિવને 5 જુલાઈન રોજ જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાજપનો જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. નીતિન ઢાંકેચા,હરદેવસિંહ જાડેજા, પરષોત્તમ સાવલિયા, વિજય સખીયાએ જયારે સરકારને જે રજૂઆત કરી હતી ત્યારે તેમાં તપાસ-કૌભાંડ માટે અઢી ડઝનથી વધુ મુદાઓ રજુ કર્યા હતા. હવે આ મામલો કોર્ટમાં જતા સહકારી જગતમાં શું નવા જૂની થાય છે તે તરફ સૌ કોઈની મીટ મડાઈ છે.
શું છે સમગ્ર મામલો ?
આજથી 3 મહિના પૂર્વે ભાજપના જ નીતિન ઢાંકેચા,હરદેવસિંહ જાડેજા, પરષોત્તમ સાવલિયા, વિજય સખીયાએ જયેશ રાદડિયા વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા બેંકના પ્યુનની ભરતમાં કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપ સાથે અગાઉ ગાંધીનગર ખાતે નીતિન ઢાંકેચા સહીતના ભાજપ નેતાઓ રજૂઆત કરી હતી. જેમાં તેમનો આરોપ હતો કે પ્યુનની ભરતીમાં રાદડિયા રૂ. 45 લાખ લઈ ભરતી કરી રહ્યા છે. જાહેર ખબર આપ્યા વગર તેમજ રોજગાર કચેરીમાં નામ મંગાવ્યા વગર ભરતી કરાઈ હતી. 3 માસના રોજમદાર તરીકે પ્યુનની ભરતી કરી હતી જે બાદ કોઈ પણ પ્રકારના ઈન્ટરવ્યુ યોજ્યા વગર એક વર્ષ બાદ પ્યુનને કાયમી કરી નાખવામાં આવ્યા છે. પ્યુનને પાંચ વર્ષ બાદ ક્લાર્કનુ પ્રમોશન પણ આપી દેવાયું છે.