ખાસ-ખબર સંવાદદાતા
ખાવા-પીવાની ચીજોની ઓનલાઈન ડિલીવરી સેવાઓ આપનારી સ્વીગી અને ઝોમેટો જેવી કંપનીઓ સામે વધી રહેલી ફરિયાદોને લઈને સરકારે હવે તેમને આડે હાથ લીધી છે. 15 દિવસની અંદર વ્યવસ્થા તત્રં સુધારી લેવાની ચેતવણી આપી દેવામાં આવી છે નહીંતર આકરાં પગલાં લેવામાં આવશે. ડિલીવરી કરવામાં મોડું, ખુલ્લા પેકિંગ, ખોટી ચીજો અને નિર્ધારિત મૂલ્ય કરતાં વધુ વસુલી જેવી અનેક ફરિયાદો બહાર આવી છે અને કેન્દ્રના ગ્રાહક બાબતોને મંત્રાલય દ્રારા આ ફરિયાદોને ગંભીર ગણવામાં આવી છે અને તે માટે આવી કંપનીઓને ચેતવણી આપી દેવામાં આવી છે. 15 દિવસની અંદર આ તમામ ખામીઓ સુધારી લેવા અથવા આકરાં પગલાંનો સામનો કરવાની ચેતવણી અપાઈ છે ત્યારે આવી કંપનીઓએ હવે ગતિથી પોતાની ભૂલો સુધારવી પડશે અને ગ્રાહકોની ફરિયાદો બધં કરવી પડશે નહીંતર તેમની સામે આકરાંમાં આકરી કાર્યવાહી થઈ શકે છે. કેન્દ્રના ગ્રાહક બાબતોના સચિવ દ્રારા ગઈકાલે ઈ-કોમર્સ ફડ બિઝનેસ ઓપરેટરોની બેઠક બોલાવવામાં આવી હતી. ફરિયાદો ખુબ જ વધી રહી છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને સ્વીગી તથા ઝોમેટો સામે સેંકડો ફરિયાદોનું લિસ્ટ પણ તેમને બતાવવામાં આવ્યું હતું.