IPLના મીડિયા રાઈટ્સની હરાજી
IPL ના ડિજિટલ અને મીડિયા રાઇટ્સની હરાજી પૂરી થઈ ગઈ છે અને એક મેચના ડીઝીટલ અને ટીવી રાઈટ્સના થઈને 107.5 કરોડ રૂપિયાની વેલ્યુ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ટીવી અને ડિજિટલ રાઈટ્સ વેચાઈ ગયા છે. વર્ષ 2023 થી 2027 સુધીમાં આ અધિકારોને બે અલગ-અલગ કંપનીઓએ 44,075 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. એટલે કે હવે આઇપીએલ ટીવી પર અલગ-અલગ ચેનલો પર અને ડિજિટલ પર અલગ-અલગ એપ/વેબસાઈટ પર જોવા મળશે તે સ્પષ્ટ છે. આ મીડિયા રાઈટ્સ 410 મેચના છે.
- Advertisement -
સ્ટારને ટીવી રાઇટ્સ અને વાયકોમને ડિજિટલ રાઇટ્સ
આઇપીએલના ટીવી રાઇટ્સ સ્ટાર પાસે અને ડિજિટલના રાઇટ્સ વાયાકોમ (રિલાયન્સ) પાસે ગયા છે. એટલે કે બે અલગ અલગ પ્લેટફોર્મ પર ઓનલાઈન અને ટીવી પર મેચ જોઈ શકાશે.
ટીવી અને ડિજિટલના અધિકારો વેચાયા
આઈપીએલ મીડિયા રાઈટ્સ પર એક મોટી અપડેટ આવી છે. ભારતમાં ટીવી અને ડિજિટલ મીડિયાના રાઈટ્સ વેચાઈ ગયા છે. આઇપીએલ 2023થી 2027 સુધીમાં ટીવી રાઈટ્સ રુપિયા 57.5 કરોડમાં અને ડિજિટલ રાઈટ્સ રુપિયા 48 કરોડમાં વેચાયા છે. કોણે ખરીદ્યો તેની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ટીવી રાઇટ્સની બેઝ પ્રાઇઝ 49 કરોડ રૂપિયા હતી, જ્યારે ડિજિટલ રાઇટ્સની કિંમત 33 કરોડ રૂપિયા હતી. હવે જ્યારે પેકેજ-એ અને પેકેજ-બી વેચાઈ ગયા છે ત્યારે એક મેચનો ભાવ 105.5 કરોડ સુધી પહોંચી ગયો છે. મીડિયા રાઈટ્સના પેકેજ-એ અને પેકેજ-બીને સંયુક્ત રીતે 43,255 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે. ટીવી રાઇટ્સ માટે 23575 કરોડ રૂપિયા, ડિજિટલ રાઇટ્સ માટે 19680 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ કિંમત વધી પણ શકે છે, કારણ કે પેકેજ A ના વિજેતાને પેકેજ B માટે ફરીથી બોલી લગાવવાનો અધિકાર છે.
પેકેજની બેઝ પ્રાઇઝ શું છે ?
આઈપીએલ 2023 થી 2027 સુધી મીડિયા રાઈટ્સ વેચવામાં આવે છે. તેને ચાર પેકેજમાં વહેંચવામાં આવ્યા છે. આમ જોવા જઈએ તો મીડિયા રાઈટ્સની કુલ બેઝ પ્રાઈઝ 32 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.
- Advertisement -
ટીવી રાઇટ્સ (ભારતમાં), બેઝ પ્રાઇઝ – પ્રતિ મેચ 49 કરોડ
ડિજિટલ રાઇટ્સ (ભારતમાં), બેઝ પ્રાઇઝ – પ્રતિ મેચ 33 કરોડ
પ્લેઓફ મેચના રાઇટ્સ, બેઝ પ્રાઇસ – પ્રતિ મેચ 11 કરોડ
ઓવરસીઝ રાઇટ્સ, બેઝ પ્રાઇઝ – મેચ દીઠ રૂ।. 3 કરોડ