પોતાના નિવેદનો માટે હંમેશા સમાચારોમાં રહેનારી બીજેપીની સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ફરી ચર્ચામાં છે. આ વખતે તેમણે બીજેપીમાંથી સસ્પેન્ડ કરેલ નૂપુર શર્માના સમર્થનમાં નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરએ કહ્યું કે, જો સાચુ કહવું બગાવત હોય તો સમજો કે અમે બાગી છીએ.
- Advertisement -
સાધ્વી પ્રજ્ઞાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, સાચું કહેવું જો બગાવત હોય તો સમજો કે અમે બાગી છીએ. જય સનાતન, જય હિંદુત્વ…ટ્વિટ કર્યો પછી સાધ્વી પ્રજ્ઞાએ નૂપુર શર્માના સમર્થનમાં ખુલ્લીને નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે, મુસલમાનોને પોતાની અસલિયત દેખાડીએ તો તેમને તકલીફ કેમ થાય છે? કમલેશ તિવારીની વાત કરતા કહ્યું કે, જે તેમની સામે કહ્યું ત્યાર પછી તેમની હત્યા કરી દેવામાં આવી. તેમણે કહ્યું કે, હું કદાચ આ વાતથી બદનામ છું, કે હું સાચું બોલું છું, જે કોઇ પણ હોય. આ પણ એક સત્ય છે કે, જ્યાં શિવ મંદિર હતું, તે છે અને રહેશે. તેમને ફુવારો કહેવું એ અમારા હિંદુ માપદંડ, અમારા દેવી-દેવતાઓ, સનાતનના મૂલ્યો સાથે વિશ્વાસઘાત છે, એટલા માટે અમે તેમને અસલિયત દેખાડીએ છીએ.
“विधर्मी सदा ही ऐसा करते हैं, कमलेश ने कुछ कहा तो उसे मार दिया। हमारे देवी-देवताओं पर फ़िल्में बनाते हैं उन्हें बुरा-भला बोलते हैं, यह कॉम्युनिस्टों का इतिहास रहा है। भारत में सनातन रहा है और रहेगा”। असली बयान ये है।
अंग्रेज़ी नहीं आती या लेफ़्ट से पेमेंट आ रही है @smitaprakash? https://t.co/pjLazA04uL
- Advertisement -
— IAS Smoking Skills (@Smokingskills07) June 10, 2022
તેમણે વધુમાં કહ્યુ કે, અમારી અસલિયત તમે બતાવી દો, અમને સ્વીકાર છે. પરંતુ તમારી અસલિયત અમે બતાવી રહ્યા છિએ, તો તમને તકલીફ કેમ છે? આનો મતલબ એવો થાય છે કે કંઇકને કંઇક અંશે ઇતિહાસ ખરાબ છે. હંમેશા વિધર્મીઓએ આવું કર્યુ છે. આ અમારી દેવી-દેવતાઓની ફિલ્મ બનાવે છે, ડાયરેકશન કરે છે, પ્રેડયુસ કરે છે, અને ગાળો આપે છે. આજથી જ નહીં, આમનો તો ઇતિહાસ જ આવો છે.
આ ભારત છે. આ હિંદુઓ છે. અહિંયા સનાતન જીવિત રહેશે અને તેને જીવિત રાખવું એ અમારા લોકોની જવાબદારી છે અને અમે તેને પૂરી કરીશું. જે વિધર્મી છે, તેમને પોતાની માનસિકતાને દરેક જગ્યાએ રાખવી જરૂરી છે. પરંતુ સનાતની પોતાના ધર્માને સ્થાપિત કરે છે, જે માનવીય હિત માટે છે.
#WATCH These non-believers have always done so. They have a communist history…Like Kamlesh Tiwari said something he was killed, someone else (Nupur Sharma)said something& they received threat.India belongs to Hindus & Sanatana Dharma will stay here:BJP's Sadhvi Pragya in Bhopal pic.twitter.com/GPqg9DWKwo
— ANI (@ANI) June 10, 2022
શું હતો સમગ્ર મામલો ?
ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમ્યાન પૈગમ્બર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. જે પછી વિવાદ ખૂબ વિવાદ વધ્યો હતો. જેને કારણે અરબના દેશોએ પણ નૂપુર શર્માની ટિપ્પણીની નિંદા કરી હતી.
ભાજપે નૂપુર શર્માને સસ્પેન્ડ કર્યા
આ તરફ ટીવી ડિબેટના આપેલ નિવેદનને લઈ ભારે વિવાદ થયો હતો. જેથી ભાજપ દ્વારા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધી હતી. તો આ સાથે ભાજપે એક પત્ર જાહેર કરીને કહ્યું લે, આવી ટિપ્પણીઓ ભાજપના મૂળ વિચારના વિરોધમાં છે.
વિવાદ વધતાં નૂપુર શર્માએ માફી માંગી
પોતાના નિવેદનને લઈ વિવાદમાં આવેલી નૂપુર શર્માએ હવે માફી પણ માંગી છે. નૂપુરે કહ્યું કે, હું મારા શબ્દો પાછા ખેંચું છું. મારી ઈચ્છા ક્યારેય કોઈને ઠેંસ પહોંચાડવાની ન હતી. જો મારા શબ્દોથી કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા ખેંચું છુ.