RBIની જાહેરાત પહેલા દેશની ત્રણ બેંકોએ પોતાના વ્યાજ દરમાં વધારો કર્યો છે. કેનરા બેંક, HDFC બેંક, અને કરૂર વૈશ્ય બેંકએ પોતાના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
- Advertisement -
તેના કારણે EMIમાં વધારો થશે. કેનરા બેંકએ જણાવ્યું કે, નવા વ્યાજ દરો 7 જુનથી લગુ થશે. કેનરા બેંકએ માર્જિન કોસ્ટ ઓફ લેંડિંગ રેટમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. જયારે, કરૂર વૈશ્ય બેંકએ બેન્ચમાર્ક પ્રાઇમ લેંડિંગ રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો છે. HDFCએ પોતાના MCLRમાં 0.35 ટકાનો વધારો કર્યો છે.
- Advertisement -
કેનરા બંકએ આ વર્ષના ફંડ માટે MCLRને 0.05 ટકાથી વધારીને 7.40 ટકા કરી નાખ્યો છે. જયારે, 6 મહિના માટે આ રેટને 7.30 ટકાથી વધારીને 7.35 ટકા કરવામાં આવ્યો છે. પ્રાઇવેટ ક્ષેત્રના કરૂર વૈશ્ય બેંકએ BPLR એ 0.40 ટકા વધીને 13.75 ટકા અને બેસિસ પ્વાઇંટને પણ 0.40 ટકા વધીને 8.75 ટકા કરી દીધો છે.