આસામમાં પૂરની સ્થિતિમાં રવીવારના ઘણો સુધારો જોવા મળ્યો. એક અધિકારિક બુલેટિનમાં આ વિશે જાણકારી આપવામાં આવી કે, હજુ પણ 2 જિલ્લામાં અત્યાર સુધીમાં 40,700થી વધુ લોકો પ્રભાવિત છે.
- Advertisement -
આસામ રાજય કુદરતી આફત પ્રબંધ પ્રાધિકરણની પૂરની સ્થિતિને લઇને નિવેદન જાહેર કરે છે. કછાર અને મોરીગાંવ જિલ્લામાં 40,700થી વધારે લોકો પ્રભાવિત છે. મોરીગાંવ જિલ્લો પુરથી સૌથી વધુ પ્રભાવિત છે. જયાં 30,400થી વધુ લોકો પુરના કારણે નુકશાન થયુ છે.
- Advertisement -
હાલમાં 137 ગામ પાણીમાં ગરકાવ થયા છે, અને 6,029.50 હેક્ટર ખેતીની જમીન પાણીમાં ડુબી ગઇ છે. રાજયમાં આ વર્ષ પુર અને ભુસ્ખ્લનના કારણે 38 લોકોની મૃત્યુ થઇ છે.
પ્રશાસન 7 રિલિફ કેમ્પ ચલાવી રહી છે અને 3 જિલ્લામાં સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં 705 લોકો, 165 બાળકો સેલ્ટર હોમમાં લાવવામાં આવ્યા. પ્રશાસને અત્યાર સુધીમાં 423.37 કિવન્ટલ ચોખા, દાળ, મીઠું, અને બીજા રાહત વસ્તુઓ વહેંચી છે.