‘ટાર્ગેટ કિલિંગ’ સામે મુસ્લિમો મેદાને
હિન્દુઓ-કાશ્મીરી પંડિતોને કાશ્મીર ન છોડવા આહવાન : પડખે હોવાનું વચન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા એકાએક ‘ટાર્ગેટ કીલીંગ’ શરુ કરાયાને પગલે ભયભીત હિન્દુઓએ પલાયન શરુ કર્યું છે ત્યારે મુસ્લીમ ધર્મગુરુઓ વગેરે મેદાને આવ્યા છે અને હિન્દુઓને હીજરત નહીં કરવા તથા ભાઈચારાથી રહેવાનું આહવાન કર્યું છે.
મુસ્લીમ ધર્મગુરુઓ-આગેવાનોએ આતંકવાદીઓના ટારગેટ કીલીંગની ઘટનાઓને વખોડી હતી. શુક્રવારે જુમાની નમાજ બાદ તમામ મસ્જીદોમાંથી એવા સંદેશ જારી કરવામાં આવ્યા હતા કે ઇસ્લામમાં નિર્દોષ લોકોની હત્યા હરામ છે. કાસ્મીરના આતંકના 32 વર્ષના ઇતિહાસમાં પ્રથમવખત મુસ્લીમ નાગરીકો પણ ત્રાસવાદ સામે એકજુટ થઇને મેદાને પડ્યા છે.
કાશ્મીરની તમામ મસ્જીદોમાં મૌલવીઓ તથા મુફતીઓએ નમાજ બાદ આ સંદેશ આપ્યો હતો અને કાશ્મીરમાંથી હિજરત નહીં કરવા કે ભયભીત ન થવાની અપીલ કરી હતી. મુસ્લીમો પણ હિન્દુ અલ્પસંખ્યકોની પડખે જ હોવાનું જાહેર કર્યું હતું.
- Advertisement -
અનંતનાગની જામિયા મસ્જીદના ઇમામ સજ્જાદ નોમાનીએ કહ્યું કે, આતંકવાદીઓ ઇસ્લામના નામે હત્યાકાંડ સર્જે તે શરમજનક છે. ઇસ્લામમાં નિર્દોષ લોકોની હત્યાની પરવાનગી નથી. હિન્દુઓની જેમ અમને પણ દુ:ખ છે. બારામુલ્લામાં નમાજ બાદ શાંતિકૂચ યોજવામાં આવી હતી.