સોમવારે રાત્રે 8:30 કલાકે વ્યાખ્યાન: રાષ્ટ્ર ચેતના સમિતિનું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાષ્ટ્ર ચેતના સમિતિ દ્વારા તા. 6 જૂન 2022નાં રાત્રે 8: 30 કલાકે ગીરનાર પબ્લીક સ્કુલ,મોતીબાગ ખાતે વર્તમાન અને ભવિષ્યનાં ભારતમાં આપણી ભૂમિકા વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી રહેશે.
- Advertisement -
પ્રત્યેક ભારતીયમાં રાષ્ટ્રપ્રેમ નિર્માણ થાય અને રાષ્ટ્ર માટે સમર્પિત બની કાંઇક કરી છુટવાનો ભાવ નિર્માણ થાય તેવા હેતુથી જૂનાગઢ રાષ્ટ્ર ચેતના સમિતિ નિમિત્ત ભાવે માનવ, સમાજ અને રાષ્ટ્ર ઉત્થાનનું કાર્ય કરી રહી છે. રાષ્ટ્ર ચેતના સમિતિ દ્વારા જૂનાગઢમાં અનેક કાર્યક્રમ કરવામાં આવ્યાં છે. રાષ્ટ્ર ચેતના સમિતિ દ્વારા આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત વર્તમાન અને ભવિષ્યનાં ભારતમાં આપણી ભૂમિકા જેવા મહત્વપૂર્ણ વિષયને લઇને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાખ્યાન તા. 6 જૂન 2022ને સોમવારનાં રાત્રે 8:30 કલાકે ગીરનાર પબ્લીક સ્કૂલ,મોતીબાગ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પ્રખર અને રાષ્ટ્રવાદી વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી પોતાની આગવી શૈલીમાં વ્યાખ્યાન આપશે. આ જાહેર કાર્યક્રમને લઇ જૂનાગઢ રાષ્ટ્ર ચેતના સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.