જિલ્લામાં એ-વનમાં 56 છાત્રો: એ-ટુમાં 731 વિદ્યાર્થીઓ આવ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું આજે પરિણામ જાહેર થયુ છે. જૂનાગઢ જિલ્લાનું 86.50 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે એ-વનમાં 56 અને એ-ટુમાં 731 વિદ્યાર્થીઓ આવ્યાં છે. જૂનાગઢ જિલ્લાનું સારું પરિણામ આવતો છાત્રો ખુશ થઇ ગયા છે. માર્ચમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શક્ષિણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં પરીક્ષામાં 9005 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 8906 છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.50 ટકા આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં એ-વનમાં ગ્રેડમાં 56 અને એ-ટુ ગ્રેડમાં 731 છાત્રો આવ્યાં છે.
- Advertisement -
બોર્ડનું પરિણામ આવતા જ સવારથી જ છાત્રો ઓનલાઇન પરિણામ જોઇ રહ્યાં છે. તેમજ સારું પરિણામ આવતા છાત્રો અને વાલીઓ ખુશ થઇ ગયા છે.
ક્યા કેન્દ્રનું કેટલું પરિણામ
જૂનાગઢ – 85.99
કેશાદ – 86.02
માળિયા – 89.86
માણાવદર – 80.29
મેંદરડા – 88.55
માંગરોળ – 84.77
લોઇજ – 86.02
દિવરાણા – 95.25
ખોરાસા – 89.51
વિસાવદર – 83.55
ભેંસાણ – 83.03
- Advertisement -
ક્યા ગ્રેડમાં કેટલા છાત્રા
એ વન -56
એ ટુ- 731
બી વન- 1812
બી ટુ – 2342
સી વન – 1929
સી ટુ – 780
ડી – 49
ઇ વન – 05
એનઆઇ – 1301



