– કાલે બપોરે 12 વાગ્યે નવા મંત્રી લેશે શપથ
ઓડિશામાં કેબિનેટમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકારની જાણકારી મળી છે. સૂત્રોએ જણાવ્યુ છે કે, રાજ્યમાં કેબિનેટના તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા આપી દીધા છે. તો વળી હવે કાલ એટલે કે, રવિવાર બપોરે 12 વાગ્યે નવા મંત્રી શપથ લેશે. હકીકતમાં જોઈએ તો, સત્તાધારી બીજૂ જનતા દળે 29 મેના 2022ના રોજ પોતાના પાંચમા કાર્યકાળના ત્રણ વર્ષ પુરા કરી લીધા હતા.
- Advertisement -
ત્યારે આવા સમયે કેબિનેટમાં ફેરફારની આશા વ્યક્ત કરવામાં આવી હતી અને આ દિશામાં આગળ વધતા રાજ્યના તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા આપી દીધા છે. મંત્રીઓના રાજીનામાને 2024માં થનારી લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીને મજબૂત કરવા અને પાર્ટીમાં પ્રાણ પુરવા માટેના અભ્યાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
Cabinet reshuffle in Odisha | All the Ministers in the state cabinet have resigned, new Ministers will take oath tomorrow at 12pm: Official Sources pic.twitter.com/4OoYlFAH41
— ANI (@ANI) June 4, 2022
- Advertisement -



