ભારતમાં ગરમીથી લોકો કંટાળી ગયા છે. ગરમીના કારણે ના કામ કરવાનું મન થાય ના ઘરની બહાર નીકળવાનું. તેવામાં આવી ભયંકર ગરમીથી બચવા માટે શરીરને હાઈડ્રેટેડ રાખવુ ખુબ જરૂરી છે. તેવામાં આપ આ કુલિંગ ડ્રિંક્સને આપના ડેલી રૂટીનમાં સામેલ કરી શકો છો.
- Advertisement -
ફળોને પાણીમાં ભેળવો-
ફળોને પાણીમાં ભેળવવાથી સુગરની માત્રા ઉછી થઈ જાય છે. અને તમારો હાઈડ્રેશન પાવર વધી જાય છે. ફળોનું પાણી આપના સ્વાસ્થ્ય માટે હેલ્ધી સાબિત થઈ શકે છે.
- Advertisement -
લીંબુ પાણી-
લીંબુ પાણીને મોસ્ટ હાઈડ્રેટેડ ડ્રિંક્સમાંથી એક માનવામાં આવે છે. એક ગ્લાસ પાણીમાં બે લીંબુ અને એક ચપટી મીઠુ નાખી પીવાથી શરીરને ખુબ જ સારી માત્રામાં વિટામીન સી મળશે અને પાણીની કમી પણ નહીં રહે.
એલો વૉટર-
ગરમીમાં આપના પાચન તંત્ર માટે એલો વૉટર ખુબ સારુ રહેશે. તેને રોજે રોજ પીવાથી આપની સ્કિન ગ્લો કરવા લાગશે.
ચા-
ચામાં કેફેન હોય છે જેથી કરીને ચા પીવાથી સારી રીતે હાઈડ્રેટેડ રહી શકો છો. આપ આપના ડેલી રૂટીનમાં ગ્રીન ટી કે પછી હર્બલ ટી લઈ શકો છો. તેના એન્ટીઑક્સિડેન્ટ્સ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે.
નારિયેળ પાણી-
નારિયેળ પાણી તમારા બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં કારગર સાબિત થશે. ગરમીમાં આપ જ્યારે થકાન અનુભવો ત્યારે નારિયેળ પાણી એક એનર્જી ડ્રિંકનું કામ કરશે.