રાજુ ભાર્ગવને મળી હોદ્દેદારોએ એસોસિયેશન વિશે ચર્ચા કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઈલેક્ટ્રોનિક મીડિયા એસોસિયેશને આજે નવનિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન એસોસિયેશનના પ્રમુખ અશોક બગથરીયાએ પ્રેસ ફોટોગ્રાફરની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી. કોઈપણ ઘટના કે બનાવ અથવા કોરોનાકાળમાં પણ પ્રેસ ફોટોગ્રાફરે પોતાના જીવની પરવા કર્યા વગર અને પત્રકારીતાની ફરજ નિભાવી હતી. આ સિવાય રાજકોટમાં ફૂટી નીકળેલા બોગસ પત્રકારો સામે પણ બાથ ભીડી હતી. રાજકોટ શહેરનું પ્રેસ ફોટોગ્રાફર એસોસિયેશન હંમેશા જાગતું રહ્યું છે.
- Advertisement -
સોશિયલ મીડિયામાં વેબ ચેનલો બનાવી નીકળી પડતા અને તોડબાજ પત્રકારો વિરુદ્ધ ફરિયાદ કરી તેના અટકાયતી માટે પગલા લેવા રજૂઆત કરી હતી. ત્યારે આજે પ્રેસ ફોટોગ્રાફર એસોસિયેશનના હોદ્દેદારો સહિતનાઓએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા મુલાકાત લીધી હતી. જે દરમિયાન પ્રમુખ અશોકભાઈ બગથરિયા અકિલાઉપપ્રમુખ દિવ્યરાજ સિંહ સરવૈયા ગુજરાત મિરર, સંદીપ બગથરિયા અકિલા, પ્રિન્સ બગથરિયા અકિલા, જયેશ ટંકારિયા સંદેશ, રાજુભાઈ વાડોલિયા આજકાલ, પ્રકાશ રાવરાણી દિવ્ય ભાસ્કર, દેવેન અમરેલિયા, ભાવિન રાજગોર સાંજ સમાચાર, રાજુ બગડાઈ, ખાસ ખબર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.